Delhi

ઉત્તરપ્રદેશમાં નેતા હાજી યુસુફના કાફલા પર ફાયરિંગ ઃ ૧નું મોત

નવી દિલ્હી
આરએલડી નેતા હાજી યુસુફના કાફલા ઉપર અજાણ્યા બંધૂકધારીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે અંદાજે ૫૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ જઘન્ય હુમલામાં યુસુફના ડ્રાઈવર અને પર્સનલ ગનર સહિત પાંચ લોકોને ગંભીર ઈજા થઈ છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી એકનું મોત થયાના અહેવાલ છે. બીજી તરફ હાજી યુસુફને પણ હાથમાં ગોળી વાગી છે. સદનસીબે તેમનો આ ભયાનક હુમલામાં જીવ બચી ગયો છે. મહત્ત્વની વાત એ છે કે આ હુમલા પાછળ પોતાનો ભત્રીજાે અનસ જ જવાબદાર હોવાનું હાજી યુસુફ માની રહ્યા છે. સૂત્રોના મતે હાલમાં પોતાના પિતાની હત્યાના કેસમાં જેલમાં બંધ અનસ સામે હાજી યુસુફે આંગળી ચિંધી છે. રાજકીય અને પારિવારિક અદાવતમાં તેણે હુમલો કરાવ્યો હોવાનો આરોપ મુકાયો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, છેલ્લાં છ મહિનાથી તેઓ જીવને જાેખમ હોવાનું જણાવીને પોલીસ પ્રોટેક્શન માગી રહ્યા હતા પણ તેમને મળ્યું નહોતું.યુપીમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે. એક તરફ નેતાઓ દ્વારા પક્ષ બદલવામાં આવી રહ્યા છે અને શાબ્દિક હુમલા વધી રહ્યા છે ત્યાં આરએલડી નેતા હાજી યુસુફ ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *