Delhi

એકબાજુ વર્ક ફ્રોમ હોમ તો બાળકોને સ્કુલે કેમ બોલાવો છો ઃ સુપ્રિમ કોર્ટ

ન્યુદિલ્હી
સરકારે ૨૯ નવેમ્બરથી દિલ્હીમાં સ્કૂલો ખોલી છે ત્યારે દિલ્હી એનસીઆરમાં પોલ્યુશન પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, પોલ્યુશન વધી રહ્યુ છે અને કોઈ કાર્યવાહી થઈ રહી નથી. કોર્ટે કહ્યુ હતુ કે, તમે રોજ સોગંદનામા રજૂ કરીર હ્યા છો, કમિટી રિપોર્ટ રજૂ કરી રહી છે પણ જમીન પર શું થઈ રહ્યુ છે..તમે ટાસ્ક ફોર્સ બનાવી હતી તેનુ શું થયુ..દિલ્હી સરકારના કેટલા સભ્યો તેમાં છે અને કેન્દ્ર સરકારના કેટલા સભ્યો તેમાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, યુવાઓેને રસ્તા પર બેનર સાથે ઉભા રાખ્યા છે પણ તે તો તમારા પ્રચાર માટે છે.તેમના સ્વાસ્થ્યનો પણ વિચાર કરવો જાેઈએ.દિલ્હીમાં સ્કૂલ ખોલવાના ર્નિણય પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સરકારને પૂછ્યુ છે કે, જાે પુખ્ત વયના લોકોને ઘરમાંથી કામ કરવાની પરવાનગી છે તો બાળકોને સ્કૂલે કેમ બોલાવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *