Delhi

એપલ અને એમેઝોનને ૧૮૦૦ કરોડથી વધારેનો દંડ

ન્યુદિલ્હી,
એમેઝોન અને એપલની સામે જર્મની અને સ્પેનના સત્તાવાળાઓએ જ આ પ્રકારની તપાસ શરૃ કરી છે. અમેઝોન અને એપલના કરારની જર્મની અને સ્પેનમાં પણ આ પ્રકારે તપાસ જારી છે. સ્પેને એમેઝોન અને એપલ સામે આ ઉનાળામાં જ તપાસ શરૃ કરી છે અને તે પૂરી થતા ૧૮ મહિના લાગી શકે છે. જ્યારે જર્મનીએ એમેઝોન સામે ૨૦૧૮માં તપાસ શરૃ કરી હતી, સેલરો દ્વારા માર્કેટપ્લેસ સામે ફરિયાદ કરવામાં આવતા આ તપાસ શરૃ કરાઈ હતી અને તે પછીના વર્ષે પૂરી થઈ હતી. તેના પગલે એમેઝોન સેલર્સ માટે બિઝનેસની જનરલ ટર્મ્સને બદલવાની ફરજ પડી હતી અને સ્પર્ધાત્મકતા અંગેની ચિંતાઓ દૂર કરવા માટે બીજા ફેરફારો કરવાનું પણ વચન આપવાની ફરજ પડી હતી. જર્મનીએ તાજેતરમાં જ ડિજિટલ પ્લેટફોર્મ અંગે તેમા કોમ્પિટિશન કાયદામાં મોટાપાયા પર અપગ્રેડેશન કર્યુ છે. તેના લીધે જર્મનીના સત્તાવાળા બંને ટેક જાયન્ટ્‌સના માર્કેટ પાવરને તપાસવાની કાર્યવાહી કરી શકે છે.અમેરિકાની ટેક કંપની એમેઝોન અને એપલને ઇટલીએ ૨૩ કરોડથી વધારે ડોલરનો એટલે કે ૧,૮૦૦ કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. બિનસ્પર્ધાત્મક રીતરસમ અપનાવવા બદલ તેને આ દંડ ફટકારવામાં આવ્યો છે. એપલ અને બીટ્‌સ પ્રોડક્ટસના સેલમાં બિનસ્પર્ધાત્મક કાર્યપ્રણાલિ અપનાવવા બદલ બંને કંપનીઓને આ દંડ ફટકારવામાં આવ્યો છે. બીટ્‌સ ઓડિયો પ્રોડક્ટ્‌સ બનાવે છે. કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી મુજબ એપલ અને બીટ્‌સના પ્રોડક્ટ્‌સ ફક્ત પસંદગીના રિસેલર જ એમેઝોનની ઇટાલિયન સાઇટ પર વેચી શકતા હતા. કોમ્પિટિશન વોચડોગે જણાવ્યું હતું કે આ સ્પષ્ટપણે યુરોપીયન યુનિયનના નિયમોનો ભંગ છે. ઓથોરિટીએ એમેઝોનને ૬.૮૭ કરોડ ડોલર અને એપલને ૧૩.૪ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત એપલ અને બીટ્‌સ પ્રોડક્ટ્‌સ પર એમેઝોન ડોટ ઇટ પર રિસેલરોપર લાદવામાં આવેલા પ્રતિબંધે દૂર કરવા પણ કહેવાયું છે. જાે કે એપલે કશું પણ ખોટું કર્યું હોવાનો ઇન્કાર કરતાં અંતિમ અપીલ કરવાનું આયોજન કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. એપલે જણાવ્યું હતું કે તે સુનિશ્ચિત કરે છે કે કસ્ટમરને ખરીદી કરવા બદલ ઓરિજિનલ પ્રોડક્ટ્‌સ મળે. આ માટે તેઓ સતત રિસેલર પાર્ટનર સાથે કામ કરે છે. તેમની પાસે તેના માટે ખાસ ટીમ છે. તે લો એન્ફોર્સમેન્ટ, કસ્ટમર અને મર્ચન્ટ્‌સની સાથે કામ કરે છે. તેનાથી તે સુનિશ્ચિત થાય છે કે એપલની જ પ્રોડક્ટ કસ્ટમરને મળે.

Apple-and-Amazon.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *