Delhi

એલન મસ્ક ટેસ્લા કંપનીના દોઢ લાખ કરોડના શેર વેચશે

ન્યુ દિલ્હી
ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના ઝ્રઈર્ં એલન મસ્ક વિશ્વના પ્રથમ એવા શ્રીમંત છે કે જેમની નેટવર્થ ૩૦૦ અબજ ડોલરથી વધારે છે. ગયા સપ્તાહે તેમની કંપનીના શેરોની કિંમત એટલી વધી ગઈ કે તેમની સંપત્તિ એક જ દિવસમાં ૧૦ અબજ ડોલર વધી ગયેલી. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે મસ્કની નેટવર્થ અત્યારે ૩૦૨ અબજ ડોલર છે.વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ અને ટેસ્લાના માલિક એલન મસ્કે શનિવારે સોશિયલ મીડિયા પર એક પોલ શરૂ કર્યો છે. આ પોલમાં એલન મસ્કે લખ્યું છે કે તેઓ ટેસ્લાના ૧૦% શેર વેચવા ઈચ્છે છે. તેમણે લોકોને પૂછ્યું છે કે શું તેઓ આ પ્રસ્તાવનું સમર્થન કરે છે. મસ્કે અગાઉ પણ કહ્યું હતું કે તે આ વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં ટેસ્લામાં પોતાની હિસ્સેદારી ઓછી કરવા અંગે વિચાણ કરી રહ્યા છે. આ અંગે તેમણે વધુ ત્રણ ટિ્‌વટ કરેલા. અગાઉના ટિ્‌વટમાં મસ્કે લખ્યું છે કે હું આ પોલના પરિણામને માનીશ, પછી ભલે ગમે તે હોય. તેમણે લખ્યું કે હું કોઈ જગ્યાએથી રોકડ વેતન અથવા બોનસ લેતો નથી. મારી પાસે ફક્ત સ્ટોક છે. આ રીતે મારા માટે ખાનગી રીતે ટેક્સની ચુકવણી કરવા એકમાત્ર પદ્ધતિ સ્ટોક વેચાણ છે.ભારત સરકારે પણ એલન મસ્કની કંપનીએ ભારતમાં કારોબારની મંજૂરી આપી છે. ગયા સપ્તાહે ટેસ્લાના શેર પ્રથમ વખત ૧૦૦૦ ડોલર (આશરે ૭૫૦૦૦ રૂપિયા)ના લેવલને પાર કર્યું હતું. નાસડેક પર ટેસ્લાનો શેર અત્યારે ૧,૧૦૦ ડોલર (આશરે ૮૨,૪૦૦ રૂપિયા) છે. આ સાથે એવું માનવામાં આવે છે કે મસ્કે આ વાત અમેરિકાના સૂચિત બિલિનિયર ટેક્સના જવાબમાં કહી છે. બિલિનિયર ટેક્સ રાષ્ટ્રપતિ બાઈડનન પક્ષના સાંસદોની યોજના છે. આ માટે મંજૂરી મળી છે તો અમેરિકાના અબજપતિને વધારે ટેક્સ ચુકવવી પડશે. તેનાથી આશરે ૭૦૦ અબજપતિ અસર થશે. વિશ્વના સૌથી મોટા શ્રીમત વ્યક્તિ હોવાના નાતે એલન મસ્ક માટે આ રકમ ઘણી મોટી હશે. એલન મસ્ક પાસે ટેસ્લાના ૨૦૦ અબજ ડોલરની કિંમતના શેર છે. માસ્કે ટિ્‌વટ કર્યું તેના ૨૦ કલાકમાં ૩૨ લાખથી વધારે લોકો વોટ આપી ચુક્યા છે. આ પૈકી ૫૭.૨ ટકા લોકોએ ‘હા’માં જવાબ આપ્યો છે. તેઓ ૪૨.૮% લોકોએ શેર નહીં વેચવાની વાત કહી છે. રોયટરની ગણતરી પ્રમાણે જાે ટેસ્લામાં પોતાની ૧૦ ટકા હિસ્સેદારી વેચે છે તો તેનું મૂલ્ય આશરે ૨૧ બિલિયન ડોલર (દોઢ લાખ કરોડ રૂપિયાથી વધારે) થઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે ટેસ્લાના સ્ટોકની કિંમતે ગત ગુરૂવારે ૭૪ ટકા છલાંગ લગાવી છે. સપ્ટેમ્બરમાં એલન મસ્કે કહ્યું હતું કે ટેસ્લા ઇંકમાં તેમનો સ્ટોક ઓપ્શન એક્સપાયર થવાનો છે. આ માટે તેમણે સરકારને ૫૦ ટકાથી વધારે ટેક્સ ચુકવવો પડી શકે છે. તેને લીધે સ્ટોક ઓપ્શન એક્સપાયર થાય તે અગાઉ પોતાની હિસ્સેદારી વેચી નાણાં એકત્રિત કરવા ઈચ્છે છે. ટેસ્લાના અનેક અન્ય વર્તમાન તથા ભૂતપુર્વ સભ્ય પણ પોતાના સ્ટોક ઓપ્શન વેચી લાખો ડોલરની કમાણી કરી ચુક્યા છે. કંપનીના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તેજી જાેવા મળી રહી છે. આ સંજાેગોમાં જેમની પાસે પણ ટેસ્લા ઈંકના સ્ટોક ઓપ્શન છે તેઓ વેચીને નફો મેળવી રહ્યા છે.

Tesla-Alen-Mask.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *