Delhi

ઓક્ટોમ્બરમાં પાંચ મહિનાની ઉચ્ચ સપાટીએ ફૂગાવો વધ્યા

નવી દિલ્હી
ઓક્ટોબરમાં ઇંધણ અને વીજળી સેક્ટરમાં ૩૭.૧૮ ટકાનો ભાવવધારો થયો છે. જે સપ્ટેમ્બરમાં ૨૪.૮૧ ટકા હતો. ઓક્ટોબરમાં ક્રૂડ પેટ્રોલિયમનો ફુગાવો ૮૦.૫૭ ટકા હતો. જે સપ્ટેમ્બરમાં ૭૧.૮૬ ટકા હતો. ઓકટોબરમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો માઇનસ ૧.૬૯ ટકા હતો. જે સપ્ટેમ્બરમાં માઇનસ ૪.૬૯ ટકા હતો. શાકભાજીના ભાવમાં ૧૮.૪૯ ટકાનો ઘટાડો થયો છે.જ્યારે ડુંગળીના ભાવમાં ૨૫.૦૧ ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં રીટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો વધીને ૪.૪૮ ટકા રહ્યો છે.જે એક મહિના અગાઉ ૪.૩૫ ટકા હતો.ઓક્ટોબરમાં મેન્યુફેકચરિંગ પ્રોડક્ટ્‌સ અને ક્રૂડ પેટ્રોલિયમના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૧૨.૫૪ ટકા રહ્યો છે જે પાંચ મહિનાની ઉંચી સપાટી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલથી લઇને સળંગ સાતમાં મહિને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૧માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૧૦.૬૬ ટકા રહ્યો હતો. જ્યારે ઓક્ટોબર, ૨૦૨૦માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૧.૩૧ ટકા રહ્યો હતો. ઓક્ટોબર, ૨૦૨૧નો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો મે પછીની પાંચ મહિનાની ઉચ્ચ સપાટી છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૧૩.૧૧ ટકા હતો. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીમાં ચાલુ વર્ષના ઓક્ટોબર મહિનામાં ખનીજ તલ, બેઝિક મેટલ, ફૂડ પ્રોડક્ટ, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *