નવીદીલ્હી
ઓમિક્રોન ઝડપથી ફેલાય તો શું પગલાં લઈ શકાય. આવતા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કારણે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે આ બેઠક બાદ પંચ કોરોના સંબંધિત સૂચનાઓને કડક બનાવી શકે છે. ચૂંટણી પંચ તરફથી યોજાનારી આ બેઠકમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સહિત અનેક અધિકારીઓ હાજરી આપશે. આયોગ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી અપીલ અંગે સચિવ સાથે પણ ચર્ચા કરશે. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચને કોરોનાની સ્થિતિને જાેતા હાલ માટે વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવાની અપીલ કરી હતી. આ પછી, મુખ્ય ચૂંટણી કમિશનરે આવતા અઠવાડિયે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી ર્નિણય લેવા જણાવ્યું હતું. ચૂંટણી પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરવા પંચ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડની મુલાકાત લઈ ચૂક્યું છે. હવે મંગળવારે યુપીનો પ્રવાસ થશે. ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે માર્ચમાં પૂરો થાય છે, જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થશે. આવતા વર્ષે તમામ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ પ્રચાર, મતદાનના દિવસો અને ગણતરીની તારીખો માટે તેના કોવિડ-૧૯ પ્રોટોકોલને સુધારવા માટે સૂચનો પણ માંગી શકે છે.પાંચ રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલય સોમવારે સવારે બેઠક કરશે. આ બેઠક સવારે ૧૧ વાગ્યાની આસપાસ યોજાશે. એવું માનવામાં આવે છે કે બેઠકમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણને લઈને ચર્ચા થઈ શકે છે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બેઠકમાં વૈશ્વિક સ્તરે ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણ અને ભારતમાં આગામી દિવસોમાં તેની અસર વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ આયોગને જણાવશે કે, કેન્દ્ર દ્વારા અત્યાર સુધી રાજ્ય સરકારોને શું સૂચનાઓ આપવામાં આવી છે.