ન્યુ દિલ્હી
રિસર્ચર્સની ટીમે મીરકટ રેડિયો ટેલીસ્કોપની મદદ લીધી. તે દક્ષિણ આફ્રિકામાં લગાવવામાં આવ્યું છે. તેનાથી રેડિયો સિગ્નલ સિવાય સિગ્નલની તસવીરો પણ લઈ શકાય છે. ત્રણ મહિના સુધી તેમને કોઈ પ્રકારની સફળતા નહતી મળી. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને એક સિગ્નલ મળ્યું. આ ખૂબ તાકાતવર સિગ્નલ હતું. અન્ય પ્રયત્નમાં ટીમને એક અન્ય સિગ્નલ મળ્યું. ટીમને લાગ્યું આ કોઈ ચમકદારા તારામાંથી આવતો પ્રકાશ છે. પ્રોફેસર મર્ફીએ કહ્યું, જાે આ ચમકદાર વસ્તુ તારો હોત તો આપણે તેને જાેઈ શકતા, પરંતુ હાલ અમે તેને જાેઈ નથી શકતા.ઓસ્ટ્રેલિયાની ધી યુનિવર્સિટી ઓફ સિડનીના રિસર્ચર્સના દાવાથી એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. એસ્ટ્રોફિઢિકલ રિસર્ચ જનરલમાં એસ્ટ્રોનોમર્સની એક આંતરરાષ્ટ્રીય ટીમનું રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આકાશગંગાના કેન્દ્રમાંથી આ વર્ષે જાન્યુઆરીમાં રહસ્યમ્ય રેડિયો તરંગ ડિટેક્ટ થયા છે. ઓળખ કરવામાં આવેલા રેડિયો તરંગ એકદમ નવા છે. ટીમને પહેલું સિગ્ન તે સમયે મળ્યું જ્યારે પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના દૂરના સ્થળમાં ઓસ્ટ્રેલિયાની સ્ક્વાયર કિલોમીટર એરે પાથફાઈન્ડર (છજીદ્ભછઁ) રેડિયો ટેલિસ્કોર દ્વારા આકાશમાં તપાસ કરવામાં આવી રહી છે. રિસર્ચમાં સહ-લેખર તરીકે સામેલ રહેલા સિડની યુનિવર્સિટીના પ્રોફેસર તારા મર્ફીએ જણાવ્યું કે, પહેલીવાર સિગ્નલ આવ્યાના થોડા સપ્તાહો પછી સિગ્નલ ૪ વાર દેખાયા હતા. સિગ્નલ છજીદ્ભછઁ ત્ન૧૭૩૬૦૮.૨-૩૨૧૬૩૫ નામના સોર્સથી આવ્યા હતા. જે થોડા સમય પછી ગાયબ થઈ ગયા હતા. થોડા મહિનાઓ પછી ફરી એક-બે વખત સિગ્નલ ડિટેક્ટ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણી વખત એવું લાગે છે કે, ઘણાં દિવસો અથવા સપ્તાહો સુધી તેની તપાસ કરી શકાય એમ છે. પરંતુ અમુક સમયે એવું થાય છે કે દિવસમાં ઘણી બધી વખત સિગ્નલ આવીને જતા રહે છે. કોઈ એસ્ટ્રોનોમિકલ વસ્તુઓની સરખામણીએ આ સ્પીડ ખૂબ વધારે છે. માત્ર સિગ્નલનો ટાઈમિંગ જ રહસ્યમય નથી, પરંતુ તેની સ્પીડ પણ ઘણી વધારે છે. રિસર્ચર્સનો દાવો છે કે, રેડિયો સ્પેક્ટ્રમથી ૧૦૦ ગણી વધારે સ્પીડ હોય તેવું લાગે છે. જાેકે રિસર્ચર્સનું એવું પણ કહેવું છે કે, તેનો અર્થ એવો નથી કે તેમને એલિયન વિશે માહિતી મળી ગઈ છે. પ્રોફેસર મર્ફીએ જણાવ્યું કે, શરૂઆતની તપાસમાં ઘણાં મહિનાઓ પછી પીએચડી વિદ્યાર્થીઓ જિતેંગ વાંગના નેતૃત્વમાં ટીમે ઘણાં વિકલ્પો વિશે શોધ કરી. આ ટીમ સિગ્નલનો સોર્સ તપાસવાનો પ્રયત્ન કરતી હતી. પહેલાં પ્રયત્નમાંમાં ટીમને લાગ્યું કે આ રેડિયો તરંગ જે આપે છે તે એક મૃત તારો છે. આ પ્રકારના તારા ઝડપથી એનર્જી રિલીઝ કરે છે. ત્યારપછી ટીમે પાર્ક્સ રેડિયો ટેલિસ્કોપની મદદ લીધી. આ પ્રકારના રેડિયો તરંગ ડિટેક્ટ કરવા માટે પ્રસિદ્ધ છે. જાેકે તે પણ આ તંરગોને ડિટેક્ટ કરી શક્યું નહતું.