નવી દિલ્હી
મંડીની બેઠક માટે ભાજપ અભિનેત્રી કંગનાને ટિકિટ આપવા માટે વિચારણા કરી રહી છે.જાેકે હજી સુધી કંગનાએ ચૂંટણી લડવાની વાત નથી કરી પણ ભાજપનુ એક જૂથ કંગનાને ટિકિટ આપવાના પક્ષમાં છે.કંગના મંડી જિલ્લાની જ રહેવાસી છે.તેણે મનાલીમાં પોતાનુ નવુ ઘર બનાવ્યુ છે.જે મંડી મત વિસ્તારમાં જ આવે છે. પાર્ટીની ટુંક સમયમાં મળનારી બેઠકમાં આ અંગે ર્નિણય લેવાય તેવી શક્યતા છે.જાેકે હિમાચલ પ્રદેશના રાજકારણના મોટા માથા પણ મંડીની ટિકિટ માટે રેસમાં છે.ફિલ્મ અભિનેત્રી કંગના હિમાચલ પ્રદેશમાં યોજાનારી સંસદની પેટા ચૂંટણીમાં ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઝુકાવી શકે છે. હિમાચલ પ્રદેશના મંડીમાં આગામી દિવસોમાં લોકસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બેઠક પર ભાજપ કંગનાને ટિકિટ આપવાનુ વિચારી રહી છે. માર્ચ મહિનામાં આ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપા સાંસદ રામ સ્વરુપ શર્માનુ નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી છે.૩૦ ઓક્ટોબરે રાજ્યમાં વિધાનસભાની ચાર બેઠક તેમજ મંડીની લોકસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે.