નવી દિલ્હી,
રોહિંગ્યા અહીં છે તેમને અન્ય દેશમાં ડિપોર્ટ કરવાની અમારી કોઇ જ યોજના નથી. સાથે જ કર્ણાટક સરકારે એમ પણ કહ્યું છે કે અમે રોહિંગ્યાના દેશનિકાલનો જાે કોઇ આદેશ આવશે તો તેનું પાલન કરીશું. ભાજપના નેતા તેમજ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ જાહેર હિતની અરજીને ધ્યાનમાં રાખીને કોર્ટે જવાબ માગ્યો હતો. ઉપાધ્યાયએ વડી અદાલતમાં માગ કરી હતી કે જે પણ રોહિંગ્યા ભારતમાં ગેરકાયદે રહેતા હોય તેમને તાત્કાલીક ધોરણે ડિપોર્ટ કરી દેવામાં આવે. જેને પગલે કોર્ટે કર્ણાટક સરકાર પાસેથી આ સમગ્ર મામલે જવાબ માગ્યો હતો. જવાબમાં હવે કર્ણાટક સરકાર દાવો કરી રહી છે કે અમારા અધિકારમાં આવતા કોઇ પણ કેમ્પમાં રોહિંગ્યાને નથી રાખવામાં આવ્યા.ભાજપના નેતૃત્વ વાળી કર્ણાટક સરકારે રોહિંગ્યાઓના નિર્વાસન પર સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યું છે. અને પોતાના અગાઉના નિવેદનથી પલટી મારી છે. હવે કહ્યું છે કે કર્ણાટક રાજ્ય પોલીસે પોતાના અધિકાર ક્ષેત્રમાં કોઇ પણ શિબિર કે કેંદ્રમાં રોહિંગ્યાઓને નથી રાખ્યા. જાેકે એક રિપોર્ટ અનુસાર કર્ણાટકમાં ૧૨૬ રોહિંગ્યાની ઓળખ કરવામાં આવી છે. આ પહેલા લેખીત જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે બેંગાલુરૂ સિટી પોલીસે રોહિંગ્યા લોકોને અહીં ક્યાંય પણ નથી રાખ્યા.