નવી દિલ્હી
ડિસેમ્બર, ૧૯૮૮માં લેબર કોર્ટે પણ સ્વીકાર્યુ હતું કે તેમને ગેરકાયદેસર રીતે બરતરફ કરવામાં આવ્યા છે. લેબર કોર્ટના આદેશને વિવિધ ઓથોરિટી સમક્ષ પડકારવામાં આવ્યો હતો. અંતે એઇમ્સ દ્વારા દાખલ સ્પેશિયલ લીવ પિટીશન(એસએલપી)ને સુપ્રીમ કોર્ટે ૩ જૂન, ૨૦૧૬ના રોજ ફગાવી દીધી હતી. અરજકર્તાએ વકીલ બી ટી કૌલ વતી વિવિધ ઓથોરિટીઓને કાયદાકીય નોટિસ પાઠવીને રકમ ચુકવવા જણાવ્યું હતું પણ એઇમ્સએ રકમ ચુકવી ન હતી. ત્યારબાદ અરજકર્તાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પ્રતિભા એમ સિંહે ૪ ડસિમ્બર, ૧૯૯૮થી ૩૧ ઓક્ટોબર, ૨૦૧૬ સુધીના પગાર પેટે ૫૦,૪૯,૦૭૯ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત દર મહિને ૧૯,૯૦૦ રૂપિયા પેન્શન પેટે પણ ચુકવવાનો આદેશ આપ્યો છે.દિલ્હી હાઇકોર્ટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ને ગેરકાયદેસર રીતે બરતરફ કરવા બદલ પોતાના કર્મચારીને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ કર્મચારી છેલ્લા કેટલાક વર્ષોથી ધક્કા ખાતા હતો. ૮૦ના દાયકામાં ડ્રાઇવર તરીકે ભરતી કરવામાં આવેલા રાજ સિંહને પેન્શન પેટે દર મહિને ૧૯,૯૦૦ રૂપિયા પણ ચુકવવામાં આવશે. અરજકર્તાના જણાવ્યા અનુસાર તેને ગેરકાયદે ટર્મિનેટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે લેબર કોર્ટમાં ગયો હતો.
