Delhi

કાશ્મીરમાંથી પાકિસ્તાની આતંકવાદી અબુને ઠાર કરાયો

નવીદિલ્હી
કાશ્મીરના શ્રીનગરમાં ગઈકાલ સોમવારે મોડી સાંજે પંથા ચોક વિસ્તારમાં જેવાન ખાતે આતંકવાદીઓએ ૨૫ પોલીસકર્મીઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં જમ્મુ અને કાશ્મીર સશસ્ત્ર પોલીસની નવમી બટાલિયનના ઓછામાં ઓછા ૧૩ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ પછી, ઘાયલ પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે આમાંથી બે પોલીસકર્મીઓનું મોત નીપજ્યું હતું. ત્રીજા પોલીસકર્મી રમીઝ અહેમદનું મંગળવારે સવારે મૃત્યુ થયું હતું. જીવ ગુમાવનારાઓમાં સશસ્ત્ર પોલીસના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે.આતંકવાદીઓને ખતમ કરવા માટે રાજૌરી જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. રાજાેરીના સુરનકોટમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને અત્યાર સુધી મોટી સફળતા મળી છે. વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદી અબુ ઝરરા માર્યો ગયો છે. તેના કબજામાંથી દારૂગોળો અને હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળોને સોમવારે સાંજે રાજાેરીના સુરનકોટના સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ વિસ્તારમાં કેટલાક સશસ્ત્ર શંકાસ્પદ લોકોને જાેયા છે. આ પછી સુરક્ષાદળોએ રાતથી જ સુરનકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આજે સવારે સુરક્ષા દળોએ એક જગ્યાએ આતંકવાદીઓનો સામનો કર્યો હતો. સુરક્ષા દળોએ પહેલા આતંકીઓને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી. તેને અવગણીને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ તરત જ આગળ વધીને જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદી અબુ જરારાને મારવામાં સફળતા મળી છે. આતંકી અબુ લશ્કર-એ-તૈયબા સંગઠનનો હતો. તેના સુરક્ષા દળો લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. અબુ ઘણા સમયથી પુંછ અને રાજૌરી જિલ્લામાં સક્રિય હતો. જાે કે આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદી અબુ જરારાના મૃતદેહ પાસેથી એક છદ્ભ-૪૭ રાઈફલ, ચાર મેગેઝિન, એક ગ્રેનેડ, બિસ્કિટના પેકેટ અને ભારતીય ચલણ મળી આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *