Delhi

કીર્તિ આઝાદ કોંગ્રેસ છોડી ટીએમસીમાં જાેડાય તેવી અટકળો

ન્યુદિલ્હી,
૨૬ વર્ષ સુધી ભાજપમાં રહેલા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે થોડા સમય પહેલા ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો.તેઓ ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા હતા.તેઓ બિહારના કદાવર નેતા અને પૂર્વ સીએમ ભગવત ઝા આઝાદના પુત્ર છે.બિહારમાંથી તેઓ ભાજપની ટિકિટ પરથી ત્રણ વખત સાંસદ તરીકે પણ ચૂંટાયા છે. જાે કીર્તિ આઝાદની ટીએમસીમાં જાેડાવાની અટકળો સાચી પડે તો કોંગ્રેસ અને ટીએમસીના સબંધોમાં વધારે ખટાશ આવે તેવી પણ શક્યતા છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. જાેકે તે પહેલા જ કોંગ્રેસને ઝાટકો મળ્યો છે.કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જાેડાય તેવી શક્યતા છે.મમતા બેનરજીની હાજરીમાં તે ટીએમસીમાં સામેલ થાય તેવી શક્યતા પણ છે.

kirti-azad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *