Delhi

કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો છતાં રસ્તા પર પ્રદર્શન કેમ? ઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી
કિસાન મહાપંચાયત નામના એક સંગઠને દિલ્હીના જંતર મંતરમાં કૃષિ કાયદાના વિરોધમાં સત્યાગ્રહ કરવાની મંજૂરી માંગી હતી. પાછલા સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંગઠનને તે પૂછ્યું હતું કે શું તે મહિનાથી હાઈવે બંધ કરી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ છે? સંગઠન તરફથી આજે દાખલ એફિડેવિડમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીની સરહદ પર રસ્તા રોકી બેઠેલા સંગઠનમાં તે સામેલ નથી. તે જંતરમંતર પર સત્યાગ્રહ કરવા ઈચ્છે છે. જસ્ટિમ એએમ ખાનવિલકર અને સી ટી રવિકુમારની બેંચે તેના પર કહ્યુ- પરંતુ તમે રાજસ્થાન હાઈકોર્ટમાં કૃષિ કાયદાને પડકાર્યો છે. જ્યારે એક વાર તમે કોઈ મુદ્દાને કોર્ટમાં ઉઠાવી ચુક્યા છે, ત્યારબાદ તમે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરી શકો છો? કોર્ટે કહ્યું કે, તે કિસાન મહાપંચાયતની અરજીને રાજસ્થાન હાઈકોર્ટથી પોતાની પાસે ટ્રાન્સફર કરી લેશે અને તેની સુનાવણી પર મુદ્દા પર પેન્ડિંગ બીજી અરજીઓની સાથે કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટે આજે પૂછ્યું કે જ્યારે કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને કેન્દ્ર પણ કહી ચુક્યુ છે કે હાલ તેને લાગૂ કરવા ઈચ્છતું નથી તો વિરોધ પ્રદર્શન કઈ વાત પર થઈ રહ્યું છે? કોર્ટે કહ્યું કે, તે આ પાસા પર સુનાવણી કરશે કે જાે કોઈ મુદ્દા પર કોર્ટનો દરવાજાે ખખડાવવામાં આવે છે તો શું ત્યારબાદ પણ તેને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવી જાેઈએ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *