ન્યુદિલ્હી
ભારત સરકારના આદેશના પગલે કેટની મુખ્ય બેન્ચ દ્વારા અસ્પષ્ટ આદેશ અપાય છે, તેના પગલે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટોએ મેદાનમાં ઉતરવું પડે છે અને તેને અરજદારની તરફેણ કરી હોવાનું ન કહી શકાય. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ પ્રકારના નિરીક્ષણોમાં રાજકીય વલણની ગંધ આવે છે. કોર્ટે આ પ્રકારની બાબતો ટાળવી જાેઈએ. હાઇકોર્ટોએ કોઈપણ પ્રકારના નિરીક્ષણો કરતાં પહેલા ખાસ ચોકસાઈ કરવી જાેઈએ, તેમ સુપ્રીમ કોર્ટે જ જણાવ્યું છે. કાયદાકીય અધિકાર ક્ષેત્રમાં વ્યક્તિગત વિચારો કે રાજકીય વિચારધારાને કોઈ સ્થાન નથી. આ તો ફક્ત એક સર્વિસ ઓફિસરના ટ્રાન્સફરની વાત છે અને તેમા બેન્ચ ર્નિણય લે છે. હાઇકોર્ટે તો ખરેખર વચ્ચે પડવાનું જ ક્યાં આવે છે. તેમા પણ હાઇકોર્ટે સંઘીય માળખા સામે સવાલ ઉઠાવ્યો હતો. એક અધિકારીની ટ્રાન્સફરને સંઘીય માળખા સાથે શું નિસ્બત.કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ સચિવ અલપન બંદોપાધ્યાયે ફાઇલ કરેલા કેસમાં કોલકાતા હાઇકોર્ટે આપેલા ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટમાં અપવાદરૂપ વલણ દાખવતા જણાવ્યું હતું કે આ પ્રકારનો ચુકાદો રાજકીય રંગવાળો લાગે છે. સરકારે ન્યાયાધીશ એ એમ ખાનવિલકર અને સી ટી રવિકુમારની બેન્ચને જણાવ્યું હતું કે આ ઓફિસરની સર્વિસ મેટર છે, કોર્ટે તેમા આ પ્રકારના નિરીક્ષણ ટાળવા જાેઈએ. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલ (સીએટી)એ બદોપાધ્યાયની કોલકાતાથી નવી દિલ્હી ખાતે ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો હતો અને તેને બંદોપાધ્યાયે હાઇકોર્ટમાં પડકારતા કોર્ટે તેની તરફેણમાં ૨૯મી ઓક્ટોબરે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઇકોર્ટના આ આદેશને પડકારતી કેન્દ્રની અરજી પરના આદેશને અનામત રાખ્યો છે. કેન્દ્રએ કોલકાતા હાઇકોર્ટના નિરીક્ષણ સામે કેન્દ્રએ વાંધો ઉઠાવ્યો છે. તેનું કહેવું છે કે કોલકાતા હાઇકોર્ટે ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલી સમગ્ર મોડસ ઓપરેન્ડી ખરાબ ઇરાદાવાળી અને કમનસીબ ગણાવી છે.
