નવી દિલ્હી
ભારતના ચીફ જસ્ટિસ એન વી રમન્નાએ શનિવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં જજની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા ૧૦૬માંથી ફક્ત ૭ નામને જ બહાલી આપી છે. નેશનલ લિગલ ર્સિવસ ઓથોેરિટી દ્વારા ૬ સપ્તાહ ચાલનારા અખિલ ભારત લિગલ અવેરનેસ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરતાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સરકાર પાસેથી સહકાર અને સહયોગ માગી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કાયદા મંત્રી કિરણ રિજિજુ પણ હાજર હતા.