નવી દિલ્હી
આજનો દિવસ ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની તમામ વિકેટો એક જ ખેલાડીએ ઝડપી પાડી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ભારતની તમામ ૧૦ વિકેટ ઝડપી અને ન્યૂઝીલેન્ડના આ બોલેરે ઈતિહાસ સર્જ્યો છે. આ ખેલાડી છે મુંબઈમાં જન્મેલો એજાઝ પટેલ. એજાઝ પટેલ ટેસ્ટમાં એક ઈનિંગમાં ૧૦ વિકેટ લેનારો ત્રીજાે બોલર બન્યો છે. એજાઝ પટેલે જન્મભૂમિ મુંબઈમાં ૧૦ વિકેટ ઝડપી પાડી હતી.
એજાઝ પટેલે પ્રથમ ઈનિંગમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગીલ, શ્રેયસ ઐયર, ઋદ્ઘીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ અને મોહમ્મદ સિરાજ, મયંક અગ્રવાલની વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડના લેફ્ટ આરમ બોલર એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો. એજાઝ છ વર્ષનો હતો ત્યાં સુધી તેના માતાપિતા મુંબઈમાં રહેતા હતા બાદમાં પરિવાર ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો. એજાઝ વર્ષ ૧૯૯૬થી ન્યૂઝીલેન્ડમાં જ રહે છે. એજાઝનું એક ઘર જાેગેશ્વરીમાં છે. તેઓ ભારતમાં વેકેશન કરવા માટે પણ આવે છે. એજાઝ પટેલની આ ૧૦મી ટેસ્ટ છે. એજાઝે અત્યારસુધીમાં એક પણ ઈનિંગમાં ૫ વિકેટથી વધુ વિકેટ નહોતી લીધી. ૫૯ રન આપી અને ૫ વિકેટે એજાઝનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ૬૮ ફર્સ્ટ ક્લાસ મેચમાં પણ એજાઝ સૌથી વધુ ૬ વિકેટ લઈ શક્યો હતો. પરંતુ આજે વાનખેડે સ્ટેડિયમમાં અને જન્મભૂમિ મુંબઈમાં ભારતની ૧૦ વિકેટ એજાઝે ઝડપી હતી. અગાઉ અનિલ કુંબલેએ ભારતીય સ્પિનર તરીકે એક જ ઈનિંગમાં ૧૦ વિકેટ ઝડપવાનો રેકોર્ડ કર્યો હતો. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે ૨૬.૩ ઓવરમાં ૭૪ રન આપી અને ૧૦ વિકેટ ઝડપી હતી. આ પરાક્રમ કરનાર કુંબલે પ્રથમ બોલર બન્યા હતા. એજાઝ પટેલ આ વિક્રમ સર્જનાર વિશ્વનો ત્રીજાે બોલર બન્યો છે. અગાઉ જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઈનિંગમાં ૧૦ વિકેટ લીધી હતી ત્યારે એ મેચની ત્રીજી ઈનિંગ હતી. પીચને સ્પિનર પરથી મદદ મળતી હતી. ત્યારબાદ અનિલ કુંબલેએ ચોથી ઈનિંગમાં ૧૦ વિકેટ લીધી હતી
