ન્યુદિલ્હી
એપ્રિલ ૨૦૧૯થી તો આ હેલિકોપ્ટરનુ સમારકામ અને સર્વિસિંગ કરવા માટેનુ સેન્ટર પણ ભારતે સ્થાપી દીધુ હતુ.હેલિકોપ્ટરનુ કેબિન મોટુ છે.સ્ૈ-૧૭ફ-૫ને તેના અગાઉના વર્ઝન સ્ૈં-૮ના આધારે ડિઝાઈન કરવામાં આવ્યુ હતુ. તેની પાછળની તરફ એક રેમ્પ પણ હોય છે.જ્યાંથી સૈનિકો અને માલસામાનની હેરફેર આસાનીથી થઈ શકે છે.ટેક ઓફ સમયે તેનુ મહત્તમ વજન ૧૩૦૦૦ કિલો હોય છે.તે ૩૬ સૈનિકોને એક સાથે લઈ જઈ શકે છે.તેમાં ચાર મલ્ટી ફન્કશન ડિસ્પ્લે, નાઈટ વિઝન ડિવાઈસ, ઓન બોર્ડ વેધર રડાર તેમજ ઓટો પાયલટ સિસ્ટમ સામેલ છે.ભારત માટે ખાસ બનાવાયેલા સ્ૈ-૧૭ફ-૫ હેલિકોપ્ટરમાં નેવિગેશન, ઈન્ફર્મેશન ડિસ્પલે પણ સામલે હોય છે. સંકટ સમયે તેને હથિયારોથી પણ સજ્જ કરી શકાય છે.એસ-૮ રોકેટ, એક મશિન ગન, તેમાં ફિટ કરી શકાય તેમ છે.હેલિકોપ્ટર દુશ્મનો, બખ્તરબંધ વાહનો તેમજ જમીન પરના લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે.કોકપિટ અને બીજા મહત્વના હિસ્સા પર બખ્તરનુ આવરણ ચઢાવાયેલુ છે.તેની બળતણ ટેન્કમાં ફોમ પોલીયુરેથેન ભરવામાં આવે છે.જેથી તેમાં વિસ્ફોટ ના થાય. હેલિકોપ્ટરમાં જામર પણ છે.આટલી આત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતા સ્ૈ-૧૭ફ-૫ હેલિકોપ્ટર ક્રેશ થતા વાયુસેના અને સંરક્ષણ વિભાગની ઉંઘ ઉડી ગઈ છે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૪ લોકોને લઈ જતુ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ સ્ૈ-૧૭ફ-૫ પ્રકારનુ હેલિકોપ્ટર છે અને તે સેનાના ઉપયોગ માટે અત્યંત સક્ષમ મનાય છે.આ હેલિકોપ્ટરનો ઉપયોગ સૈનિકો, હથિયારોની હેરફેર માટે તેમજ પેટ્રોલિંગ અને રેસ્ક્યુ મિશન માટે પણ કરવામાં આવતો હોય છે.ભારતમાં વીવીઆઈપી લોકોની મુસાફરી માટે તેનો ઉપયોગ થતો હોય છે. સ્ૈ-૧૭ફ-૫ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે અને રશિયન કંપની કજાન હેલિકોપ્ટર તેનુ નિર્માણ કરે છે.તેની કેબિન અને બહારનો હિસ્સો માલ સામાનની હેરફેરને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે. ભારત દ્વારા ૧૨ સ્ૈ-૧૭ફ-૫ હેલિકોપ્ટરોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.આ માટે ૨૦૦૮માં ૮૦ હેલિકોપ્ટરોનો સોદો રશિયા સાથે ૧.૩ અબજ ડોલરમાં કરવામાં આવ્યો હતો.૨૦૧૧માં ભારતીય વાયુસેનાને તેની ડિલિવરી મળવા માંડી હતી.૨૦૧૩ સુધીમાં ભારતને આવા ૩૬ હેલિકોપ્ટર મળ્યા હતા.૨૦૧૮માં તેની છેલ્લી ખેપ ભારતને મળી હતી.


