નવી દિલ્હી
યુપીમાં ડબલ એન્જીનની સરકારની એ હાલત છે કે, નવા રસ્તાના ઉદઘાટન માટે નારિયેળ વધેરાય છે તો નારિયેળ નથી તુટતુ અને રસ્તો તુટી જાય છે.યોગી આદિત્યનાથને ગુસ્સો બહુ આવે છે.મેં તેમને હસતા જાેયા નથી.તેઓ વાછરડા વચ્ચે જ ખુશ દેખાતા હોય છે.આ વખતે તેમને ફ્રી કરી દો, જેથી તેઓ ૨૪ કલાક વાછરડા સાથે રમ્યા કરે. તેમણે કહ્યુ હતુ કે, ભાજપની હાલત એ ચોર જેવી છે જેને પકડાયા બાદ કહેવામાં આવ્યુ હતુ કે, સજા તરીકે ૧૦૦ ડુંગળી ખા અથવા ૧૦૦ જૂતા, ચોરે પહેલા થોડી ડુંગળી ખાધી પછી કહ્યુ કે, બહુ થઈ ગયુ, મને જુતા મારી લો, જુતા ખાધા પછી કહ્યુ કે, બહુ વાગે છે …આમ કેન્દ્ર સરકારે તો ડુંગળી અને જૂતા બેઉ ખાધા છે.સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને આરએલડી નેતા જયંત ચૌધરીએ પહેલી વખત એક સાથે મેરઠમાં જાહેર સભાને સંબોધન કર્યુ હતુ અને બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, યુપીમાં ભાજપનો સફાયો નિશ્ચિત છે અને આ વખતે ભાજપનો સૂરજ ડૂબી જવાનો છે.આ વખતે ખેડૂતો ક્રાંતિ કરશે.અખિલેશ યાદવે આ સભામાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતના પણ વખાણ કરીને કહ્યુ હતુ કે, જ્યારે જયારે ખેડૂતો પરેશાન થાય છે અને આશા છોડી દે છે ત્યારે ટિકૈત બાબા ખેડૂતોમાં નવી આશાનો સંચાર કરે છે.