Delhi

ગુજરાતથી દિલ્લી પહોંચેલા નેતા ગાંધીજી વિશે કંઈ નથી જાણતા ઃ કપિલ સિબ્બલ

ન્યુદિલ્હી
કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલ હાલમાં જ કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સામે અવાજ ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. પંજાબ કોંગ્રેસમાં થઈ રહેલ રાજકીય ઘમાસાણ પર કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે પાર્ટીમાં જેને મુશ્કેલીઓ છે તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે. આ રીતે પાર્ટીની જાહેરમાં અપમાન કરવુ યોગ્ય નથી. સિબ્બલે કહ્યુ હતુ કે એક સીમાવર્તી રાજ્ય(પંજાબ) જ્યાં કોંગ્રેસ પાર્ટી સાથે આવુ થઈ રહ્યુ છે, આનો અર્થ શું છે? આનાથી આઈએસઆઈ અને પાકિસ્તાનને ફાયદો છે. કોંગ્રેસે સુનિશ્ચિત કરવુ જાેઈએ કે તે એકજૂટ રહે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે કેરળમાં પણ આપણા ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટી છોડી છે. આપણે ખુદને એ પૂછવુ જાેઈએ કે આવુ કેમ થઈ રહ્યુ છે, કદાચ આપણી જ કોઈ ભૂલ છે. સિબ્બલના આ નિવેદન બાદ તેમને પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો ગાંધી જયંતિના પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. અમદાવાદ પહોંચેલા કપિલ સિબ્બલે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે જે નેતા ગુજરાતથી દિલ્લી પહોંચ્યા છે તે કદાચ ગાંધીજી વિશે બહુ ઓછુ જાણે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલે કહ્યુ કે ગાંધીજી કહેતા હતા કે માત્ર ઈશ્વર છે અને ઈશ્વર જ સત્ય છે, હું મોદીજીને પૂછવા માંગુ છે કે તમારી સચ્ચાઈ ક્યાં છે? તમારા શબ્દોમાં પણ જૂઠ હોય છે અને કામોમાં પણ. તમને જણાવી દઈએ કે ૧૫૨મી ગાંધી જયંતિ નિમિત્તે શનિવારે પીએમ મોદીએ રાજઘાટ જઈને ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પીએમ મોદી લાલ બહાદૂર શાસ્ત્રીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. રાજઘાટ જતા પહેલા પીએમ મોદીએ ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીનુ જીવન દરેક પેઢીને પ્રેરિત કરશે. પીએમ મોદીએ એક અન્ય ટિ્‌વટમાં કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીજીને તેમની જયંતિ પર શત-શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનુ જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *