ન્યુદિલ્હી
આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું ચીન અને પાકિસ્તાનને લઈને શનિવારે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ચીનનો સામનો કરવા માટે લદાખની સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ ઝડપી કરી દેવામાં આવ્યું છે.આર્મી ચીફે જણાવ્યું હતું કે ચીને તાજેતરમાં સરહદ પરના વિસ્તારોમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ચીને પૂર્વીય લદાખ અને ઉત્તરી કમાન્ડ ઉપરાંત પૂર્વીય કમાન્ડમાં મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા છે. ભારત અને ચીન ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સૈન્ય સ્તરની વાતચીતનો ૧૩મો રાઉન્ડ યોજે એવી શક્યતા છે. આશા છે કે અમે વાતચીત દ્વારા વિવાદોનો ઉકેલ લાવીશું.ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૧ના અંત સુધી પાકિસ્તાનની સેનાએ એકપણ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું નથી. છેલ્લા કેટલાક સમયથી ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થયો છે, પરંતુ તેને સિઝફાયર કરીને સપોર્ટ નથી કર્યું. છેલ્લા ૧૦ દિવસમાં સિઝફાયરના ઉલ્લંઘનના ૨ કેસ સામે આવ્યા છે. અમે અફઘાનિસ્તાનની સ્થિતિ અને એનાથી ભારતમાં થનારી અસર પર નજર રાખી રહ્યા છે. આવનારા સમયમાં સ્થિતિ શું હશે, એ કહેવું ઉતાવળભર્યું રહેશે.વિસ્તારવાદી ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતે પણ કમર કસી છે. પહેલીવાર લદાખની સરહદ પર શનિવારે ભારતે દ્ભ-૯ વજ્ર તોપો તહેનાત કરી છે. આ સેલ્ફ- પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપ ૫૦ કિલોમીટર દૂર સુધી નિશાન સાધવા સક્ષમ છે. ચીન સાથે એક વર્ષથી લાંબા સમય સુધી સરહદ પર ચાલતા વિવાદને કારણે આ તોપ તહેનાત કરવામાં આવી છે. ગુજરાતમાં સુરત નજીક હજીરામાં દ્ભ૯ વજ્ર તોપને લીલી ઝંડી આપીને સૈન્યમાં સામેલ કરાઈ હતી. ભારતીય આર્મી ચીફ નરવણે અને એ સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આ તોપ સામેલ થઇ હતી. બોર્ડર પર ા-૯ વજ્રને ઊચાઈવાળા વિસ્તારોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. એનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. એને આર્મીના દરેક રેજિમેન્ટમાં સામેલ કરવામાં આવશે, જેનાથી સેનાની શક્તિમાં વધારો થશે. ચીન સાથેની સરહદ પર સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભારતે સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. પાકિસ્તાન અંગે આર્મી ચીફે કહ્યું હતું કે અમારી પાસે દર અઠવાડિયે તેમની આર્મી સાથે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડ્ઢય્સ્ર્ં) સ્તરની બેઠક છે. આમાં અમે સ્પષ્ટપણે કહ્યું છે કે પાકિસ્તાને કોઈ આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન ન આપવું જાેઈએ.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/10/K-9-Top-Gujarat.jpg)