Delhi

ગૂગલ પ્લે સ્ટોરમાંથી ૧૩૬ એપ્સ હટાવાઈ

નવી દિલ્હી
હેકર્સ ઘણાં યુઝર્સ સાથે છેતરપિંડી કરતા હતા. વારંવાર ફરિયાદ ઉઠયા પછી ગૂગલે પ્લેસ સ્ટોરમાંથી એવી એપ્સ હટાવી હતી. ગ્રિફ્ટહોર્સ એન્ડ્રોઈડ ટ્રોઝન નામનો માલવેર એ એપ્સમાં જણાયો હતો. આ માલવેર દુનિયાના એક કરોડ યુઝર્સને નિશાન બનાવવા સક્રિય થયો હતો. હેન્ડી ટ્રાન્સલેટર પ્રો, હાર્ટ રેટ પલ્સ ટ્રેકર, જીઓસ્પોટ, જીપીએસ લોકેશન ટ્રેકર, આઈકેર, માય ચેટ ટ્રાન્સલેટર, ફ્રી ટ્રાન્સલેટર ફોટો, લોકર ટૂલ, કોલ રેકોર્ડર પ્રો, ફિંગરપ્રિન્ટ ચેન્જર, રેસર કાર ડ્રાઈવર, સેફ લોક, કટકટ પ્રો, ફિંગરપ્રિન્ટ ડિફેન્ડર, હન્ટ કોન્ટેક્ટ, હોરોસ્કોપ ફોર્ચ્યુન, ફિટનેસ પોઈન્ટ, માઈન ઈઝી ટ્રાન્સલેટર, ક્લેપ, સ્માર્ટ કોલર રેકોર્ડર, ડેઈલી હોરોસ્કોપ, ફેસ એનેલાઈઝર, વેક્ટર આર્ટ, લૂડો સ્પીક વી૨.૦, ફોટો લેબ, અમેઝિંગ સ્ટિકી સ્માઈલ સિમ્યુલેટર, માય લોકેટર પ્લસ, કલર કોલ ચેન્જ, પ્રૂફ કોલર સહિતની એપ્સ માલવેર ધરાવતી હોવાથી ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવાઈ હતી.ગૂગલ પ્લે સ્ટોરમાંથી ૧૩૬ એપ્સ હટાવી દેવામાં આવી છે. આ એપ્સમાં છુપો માલવેર હોવાનું જણાયું હતું. આવી એપ્સ યુઝર્સના મોબાઈલમાં ડાઉનલોડ થાય પછી માલવેર એક્ટિવ થઈને માહિતી તફડાવતો હતો. કેટલાય યુઝર્સ સાથે લાખો ડોલર્સની છેતરપિંડીની ફરિયાદ ઉઠી પછી ગૂગલે કાર્યવાહી કરી હતી. ગૂગલ પ્લે સ્ટોરમાંથી ૧૩૬ એપ્સ ડિલિટ કરી દેવામાં આવી હોવાનું એક અહેવાલમાં કહેવાયું હતું. હેકર્સ યુઝર્સની માહિતી તફડાવવા માટે આવી એપ્સનો સહારો લેતા હતા. એપ્સમાં છુપો માલવેર ઘૂસાડયા પછી જેવી એ એપ્સ મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય કે તરત જ એમાં રહેલો માલવેર એક્ટિવ થઈ જતો હતો. એ માલવેર હેકર્સને યુઝર્સની બધી જ માહિતી આપતો હતો.

Google-Play.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *