ગ્લોબલ વોર્મિગને લઈને સમગ્ર વિશ્વ પર વિવિધ પ્રકારની અસરો થવા પામી છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા જે પ્રકારે જળ, વાયુ, પ્રદૂષણ ઓકતા ઔદ્યોગિક એકમોની મર્યાદા નક્કી કરવી જાેઈએ કે જળ- વાયુ પ્રદૂષણ ખતમ કરવા આયોજન કરવું જાેઈએ તે માટે વિશ્વભરની કોઈ પણ સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિ કે અન્ય પદ્ધતિએ જરૂરી કોઈપણ પ્રકારના પગલા લીધા નથી કે પછી કોઈ અન્ય પગલા લીધા હોય તો તેમાં કોઈ પણ દેશને સફળતા મળી નથી. બીજી તરફ વધતી જતી ગરમીને રોકવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જાેઈએ તેના બદલે મોટા ભાગના દેશો વચ્ચે વિકાસ કાર્યો કરવા બાબતે સ્પર્ધા વધી ગઈ છે તેને લઈને ઓક્સિજન આપતા વૃક્ષોનું નિકંદન વિકાસ કામોને બહાને કાઢવામાં આવી રહ્યું છે…. તો ઓક્સિજનની ફેક્ટરીઓ કહેવાતા વિશ્વના વિવિધ જંગલોમાં વર્ષોથી ઉભેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવા સાથે અડાબીડ સિમેન્ટ કોંક્રિટના જંગલો ઉભા કરવામાં આવી રહ્યા છે. તદઉપરાંત માનવ વસ્તી કે જીવસૃષ્ટી જે નદીઓ, સરોવરો, તળાવોના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં ઔદ્યોગિક એકમો સહિતના વિવિધ સંસ્થાનો ઝેરી કેમિકલયુક્ત તેમજ પ્રદૂષિત પાણી છોડતા રહે છે તેને અટકાવવા મોટાભાગના દેશોની સરકારો કે તેઓનુ આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યા છે કે પછી બેધ્યાન રહ્યા છે…! પરિણામે જમીનની ફળદ્રુપતા પણ ઘટવા લાગી છે અને તેના કારણે કૃષિ ઉત્પાદન ઘટવા લાગ્યા છે કે પછી વિપરીત અસરો થવા પામી છે……!
દેશમાં કૃષિ ક્ષેત્રે છેલ્લા દસ- બાર વર્ષથી કૃષિ ક્ષેત્રના સમીકરણો બદલાયા છે તેમાં આધુનિકતા આવી છે. વધુ ઉત્પાદન મેળવવા ફર્ટીલાઈઝર સહિતના વિવિધ ખાતરો, જંતુનાશક દવાઓ, નવા નવા પ્રકારના બિયારણોના પ્રયોગો કરી તેનો ઉપયોગ કરતા કૃષિ ઉત્પાદનો વધ્યા અને એક સમયે વિદેશથી જરૂરી કૃષિ ઉત્પાદનોની આયાત કરતો ભારત દેશ હવે નિકાસ કરવા લાગ્યો છે તેવું જાણકારોનું કહેવું છે તેમજ દેશમાં હવે કૃષિ ઉત્પાદનો વધી રહ્યા છે તેમ પણ કહી રહ્યા છે. બીજી તરફ કેટલાક ખાતરો અને જંતુનાશક દવાઓને કારણે ફળદ્રુપ જમીનો ઉપર આડઅસર થતા ફળદ્રુપ જમીનો ફળદ્રુપતા ગુમાવી રહ્યું હોવાનું દેખાઈ આવતા હવે ઓર્ગેનિક ખેતી- કુદરતી ખાતરના વપરાશનુ ચલણ વધવા લાગ્યુ છે…. જે કારણે હવે ગુણવત્તાસભર કૃષિ ઉત્પાદન વધી રહ્યા છે પરંતુ પહેલાના સમયની જેમ કુદરતી ખાતરોનો ઉપયોગ સંપૂર્ણપણે ખેતીક્ષેત્રે થતો નથી. બીજી તરફ કૃષિ ઉત્પાદનો વધુ મેળવવા ફર્ટીલાઈઝર સહિતના વિવિધ પ્રકારના ખાતરો અને કૃષિ કેમીકલોનો આડેધડ ઉપયોગ વધી પડતાં ગ્રામ્ય કિસાનો ગંભીર પ્રકારના રોગોનો ભોગ બનવા લાગ્યા. તેમજ ફળદ્રુપ જમીનો પણ પ્રસિદ્ધ ઉત્પાદન પણ ઘટવા લાગ્યા તો ફળદ્રુપ જમીનો તેની ફળદ્રુપતા ગુમાવવા લાગતા કૃષિક્ષેત્રે અને સરકારમાં ચિંતા વધી પડી… જાેકે કૃષિ ઉત્પાદન ઘટવાનું કારણ નાઇટ્રોજન ફર્ટિલાઇઝરનો વધુ પ્રમાણમા ઉપયોગ થતો હોવાનું તજજ્ઞોનું કહેવું છે જે કારણે કિસાનો હવે જમીનોની ફળદ્રુપતા વધારવા પરંપરાગત દેશી- કુદરતી ખાતરના ઉપયોગ તરફ વળવા લાગ્યા છે…..પરંતુ ગ્લોબલ વોર્મિગના કારણે જમીનોની બેડોળ હાલત થશે તે જાણવા છતાં વિશ્વના દેશો બેધ્યાનપણે વિકાસની સ્પર્ધામાં ગળાડૂબ બની ગયા છે. જે જીવસૃષ્ટિ અને માનવજીવનને ક્યાં લઈ જશે…? તે કહેવું પેચીદો સવાલ છે…..!
