Delhi

ચીન પાસે ૨૦૩૦ સુધીમાં ૧૦૦૦ પરમાણું હથિયારો હશે ઃ પેન્ટાગોન રિપોર્ટ

નવી દિલ્હી
તાઈવાન પ્રત્યે ચીનના આક્રમક વલણ પર પણ ચિંતા દર્શાવાઈ છે.પેન્ટાગોનનો રિપોર્ટ કહે છે કે, ભલે ચીન દુનિયા સામે શાંતિની વાતો કરતુ હોય પણ તેણે પોતાના સૈન્યના ઉપયોગને ક્યારેય છોડયો નથી.અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનનુ કહેવુ છે કે, ચીન પોતાના પરમાણુ હથિયારોમાં ઝડપથી વધારો કરી રહ્યુ છે. ૨૦૩૦ સુધીમાં ચીન પાસે ૧૦૦૦ પરમાણુ હથિયારો થઈ જશે તેવુ અનુમાન છે.પેન્ટાગોનના ગયા રિપોર્ટમાં કહેવાયુ હતુ કે, એક દાયકા બાદ ચીન પાસે ૪૦૦ જેટલા પરમાણુ હથિયારો હશે.જાેકે તેના કરતા વધારે ઝડપથી ચીન હથિયારો બનાવી રહ્યુ છે.અમેરિકા પાસે હાલમાં ૩૭૫૦ પરમાણુ હથિયારો છે અને તેમાં તે વધારો કરવા માંગતુ નથી. પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે, ચીન પરમાણુ હથિયારો બનાવવાની સથે તેનુ આધુનિકરણ કરવા માંગે છે.ચીન જમીન, સમુદ્ર અને હવામાંથી છોડી શકાય તે પ્રકારના ન્યુક્લિયર ડિલિવરી પ્લેટફોર્મની સંખ્યા પણ વધારી રહ્યુ છે.આ માટે તે જરુરી માળખાનુ નિર્માણ કરી રરહ્યુ છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ચીન દ્વારા ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ રાખવા માટે મિસાઈલ સિલો બનાવી રહ્યુ છે.જમીન પરના હથિયારોમાં તે ઝડપથી વધારો કરી રહ્યુ છે.

Pantagon.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *