નવી દિલ્હી
આ પહેલા ત્નઈઈ મેન્સમાં પણ તેણે આખા દેશમાં ૧૦૦ પર્સેન્ટાઈલ સાથે ટોપ કર્યુ હતુ. તેને ૩૦૦માંથી ૩૦૦નો સ્કોર મળ્યો હતો. ત્નઈઈ એડવાન્સમાં દેશમાંથી ૧.૪૧ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી ૪૧૮૬૨ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. આજે સવારે ૧૦ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ.આઈઆઈટી સહિતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની ત્નઈઈ એડવાન્સ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે. જેમાં જયપુરના મૃદુલ અગ્રવાલે ઓલ ઈન્ડિયા ટોપ કર્યુ છે. તેણે ૩૬૦માંથી ૩૪૮ માર્કસ મેળવ્યા છે. જે પરીક્ષાના ઈતિહાસમાં સૌથી વધારે છે. આ પહેલા મૃદુલે ત્નઈઈ મેન્સમાં પણ ટોપ કર્યુ હતુ. મૃદુલ હવે આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગે છે. ફ્યુચરમાં તેને પોતાનુ સ્ટાર્ટ અપ શરૂ કરવુ છે. તેના પિતા પ્રદીપ અગ્રવાલ એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટ મેનેજર છે. તેનુ કહેવુ છે કે, મને પરિવારે અને શિક્ષકોએ અભ્યાસ માટે મોટિવેટ કર્યો હતો.