Delhi

જયા બચ્ચનનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો ઃ તે ટ્રોલ થયા

નવીદિલ્હી
જયા બચ્ચનને નાર્કોટિક્સ બિલ પર બોલતા વચ્ચે જ અટકાવવામાં આવ્યા ત્યારે તેમણે ઉશ્કેરાઈને કહ્યું કે, તમે વાત પણ કરવા દેતા નથી,અમારા લોકોનું ગળું દબાવી દો. જેના પર એક સંસદ સભ્યએ તેના પર અંગત ટિપ્પણી કરી, જે પછી તે વધુ ઉશ્કેરાયેલા જાેવા મળ્યા. તેમણે કહ્યું કે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થવી જાેઈએ, તેઓ કોઈ વ્યક્તિ વિશે અંગત ટિપ્પણી કેવી રીતે કરી શકે. તેમણે વધુમા કહ્યુ કે, તમારા જલ્દી ખરાબ દિવસો આવશે, હું શ્રાપ આપુ છું. હવે જયા બચ્ચનના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈંત્નટ્ઠઅટ્ઠમ્ટ્ઠષ્ઠરષ્ઠરટ્ઠહ ટિ્‌વટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. લોકો અલગ-અલગ પ્રકારના મીમ્સ શેર કરીને રમુજી પ્રતિક્રિયા આપતા જાેવા મળી રહ્યા છે. આ સાથે યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, જયા બચ્ચને ઈડ્ઢ નો ગુસ્સો રાજ્ય સભામાં ઠાલવ્યો છે.ઉલ્લેખનીય છે કે, પનામા પેપર્સ મામલે ઈડ્ઢએ ૬ કલાક સુધી ઐશ્વર્યા બચ્ચનની પુછપરછ કરી હતી.સંસદમાં સોમવારે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) બિલ ૨૦૨૧ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન જયા બચ્ચનનો ઉગ્ર ગુસ્સો જાેવા મળ્યો હતો. તેમનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેમણે સરકારને શ્રાપ આપી દીધો. તેમણે સાંસદોને કહ્યું કે, જાે તમે આવું વલણ રાખશો તો તમારા ખરાબ દિવસો બહુ જલ્દી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *