નવીદિલ્હી
ફ્રાન્સના દૂતાવાસે જાહેરાત કરી હતી કે કોવિડ–૧૯ મહામારી છતાં પણ ભારતે ફ્રાન્સને નક્કી સમયે ૩૩ રાફેલ યુદ્ધવિમાનો સપ્લાય કર્યા છે. ભારતે સપ્ટેમ્બર ૨૦૧૬માં ફ્રાન્સ સાથે ૫૯ હજાર કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ યુદ્ધવિમાનો માટે સમજૂતી કરી હતી. પાર્લેએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે હું ખુશ છું કે ભારતીય વાયુસેના રાફેલ વિમાનથી સંતુષ્ટ છે.રાફેલ સોદા બાદ ભારત અને ફ્રાન્સ પ્રગાઢ મિત્ર બન્યા છે. ફ્રાન્સના સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પાર્લેએ શુક્રવારે જણાવ્યંુ હતું કે, તેમનો દેશ જરૂર પડયે, ભારતને વધારાના રાફેલ યુદ્ધ વિમાન આપવા તૈયાર છે. તેમણે સાથે જ કહ્યું કે એક જ પ્રકારના વિમાનનો વ્યૂહાત્મક ભાગીદારો દ્વારા ઉપયોગ કરવો તેમના સંબંધોની વાસ્તવિક મજબૂતી દેખાડે છે. ભારત પ્રવાસે આવેલા પાર્લેએ આ ટિપ્પણી પોતાના ભારતીય સમકક્ષ રાજનાથસિંહ સાથેની બેઠક પહેલાં એક વિચારસમૂહ સમક્ષ કરી હતી. તેમણે કહ્યું કે, એક જ પ્રકારના વિમાનનો ઉપયોગ વાસ્તવિક સંપત્તિ અને તાકાત છે અને હું છું કે નવી સંભાવનાઓને અવકાશ છે. જાે ભારત વધારાની જરૂરિયાત દાખવશે તો અમે તેનો જવાબ આપવા તૈયાર છીએ. ફ્રાન્સના સંરક્ષણપ્રધાને ભારતીય નેવીની ફ્લિટમાં બીજા વિમાનવાહક જહાજને સામેલ કરવાની યોજનાને રેખાંકિત કરતા સંકેત આપ્યો હતો કે ફ્રાન્સને યુદ્ધજહાજ આધારિત યુદ્ધવિમાન પૂરા પાડવામાં રસ છે. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે વિમાનવાહક જહાજ જલદી સેવામાં રહેશે.


