નવી દિલ્હી
મુંબઈથી શિપ રવાના થયાના ગણતરીના કલાકોમાં જ એનસીબીએ કાર્યવાહી શરુ કરી દીધી હતી.ક્રુઝમાં તે સમયે લગભગ ૧૦૦૦ યાત્રીઓ સવાર હતા.હાલના તબક્કે એનસીબી દ્વારા બાર જેટલા લોકોને ડીટેન કરાયા હોવાનુ કહેવાઈ રહ્યુ છે. મુંબઈ માટે રેવ પાર્ટી નવી વાત નથી.આ પહેલા પણ મુંબઈમાં યોજાયેલી ઘણી રેવ પાર્ટીઓ પર પોલીસ દરોડો પાડી ચુકી છે.મુંબઈથી ગોવા જતા જહાજ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર પડેલા દરોડામાં સુપર સ્ટાર શાહરુખખાનના પુત્ર આર્યનનુ નામ ઉછળ્યુ છે. આ પાર્ટી કોર્ડેલા ધ ઈમ્પ્રેસ નામન શિપ પર યોજાઈ હતી. એનસીબીના સૂત્રોના કહેવા પ્રમાણે આ શિપ મુંબઈથી બે ઓક્ટોબરે નિકળવાનુહ તુ અને ગોવા પહોંચ્યા વગર ૩ ઓક્ટોબરે દરિયામાંથી અધવચ્ચે જ પાછુ ફરવાનુ હતુ.દરમિયાન એનસીબીના અધિકારી સમીર વાનખેડેને આ પાર્ટી અંગે બાતમી મળી હતી.તેમણે જ્યારે ચેક કર્યુ ત્યારે ખબર પડી હતી કે, ક્રુઝની લગભગ તમામ ઓનલાઈન ટિકિટ બૂક થઈ ચુકી છે.કેટલીક સીટો ખાલી હતી.આ તમામ સીટો એનસીબીએ બૂક કરી લીધી હતી અને મુસાફરના સ્વાંગમાં એનસીબીની ટીમ જહાજ પર પહોંચી ગઈ હતી.
