નવી દિલ્હી
સૌૈથી હાઇએસ્ટ કલેક્શન એપ્રિલ, ૨૦૨૧માં રૂ.૧.૪૧ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર, ૨૦૨૧માં જીએસટી કલેક્શન રૂ.૧.૧૭ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ.૧.૦૫ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.ઓક્ટોબર, ૨૦૨૦ની સરખામણીમાં ઓક્ટોબર, ૨૦૨૧નું જીએસટી કલેક્શન ૨૪ ટકા વધુ રહ્યું છે. જ્યારે ઓક્ટોબર, ૨૦૧૯માં જીએસટી કલેક્શન રૂ.૯૫,૩૮૦ કરોડ રૃપિયા રહ્યું હતું. ઓક્ટોબર, ૨૦૧૯ની સરખામણીમાં ઓક્ટોબર, ૨૦૨૧નું જીએસટી કલેક્શન ૩૬ ટકા વધુ રહ્યું છે. ઓક્ટોબર, ૨૦૨૧નું જીએસટી કલેક્શન એપ્રિલ, ૨૦૨૧ પછીનું સૌથી વધુ રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૧માં જીએસટી કલેક્શન વિક્રમજનક રૂ.૧.૪૧ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. જુલાઇ, ૨૦૨૧માં જીએસટી કલેકશન ૧.૧૬ લાખ કરોડ રૂપિયા અને ઓગસ્ટ, ૨૦૨૧માં જીએસટી કલેક્શન ૧.૧૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર, ૨૦૨૧માં કુલ જીએસટી કલેક્શન ૧,૩૦,૧૨૭ કરોડ રૃપિયા રહ્યું છે. જેમાં સેન્ટ્રલ જીએસટી ૨૩,૮૬૧કરોડ રૃપિયા, સ્ટેટ જીએસટી ૩૦,૪૨૧ કરોડ રૂપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી ૬૭,૩૬૧ કરોડ રૃપિયા છે. નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે જીએસટીના આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે અર્થતંત્ર ઝડપથી રિકવર થઇ રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તહેવારોની સિઝનને પગલે આગામી સમયમાં જીએસટી કલેક્શન ઉંચું જ રહેશે.જીએસટી કલેક્શન ઓક્ટોબર, ૨૦૨૦માં રૂ. ૧.૦૫ લાખ કરોડ અને ઓક્ટોબર, ૨૦૧૯માં રૂ.૯૫,૩૮૦ કરોડ હતું ઓક્ટોબરના આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે અર્થતંત્ર કોરોનાની મંદીમાંથી બહાર આવી રહ્યું છેઃ નાણા મંત્રાલય જુલાઇ, ૨૦૧૭માં જીએસટી લોન્ચ થયા પછી અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન એપ્રિલ, ૨૦૨૧માં રૂ. ૧.૪૧ લાખ કરોડ હતું સળંગ ચોથા મહિને ભારતનું જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૩૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.જે જુલાઇ, ૨૦૧૭ પછીનું બીજું સૌથી મોટું કલેકશન છે. ઉલ્લેખનીય છે કે જુલાઇ, ૨૦૧૭માં જીએસટી લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓકટોબરના જીએસટી આંકડા સંકેત આપી રહ્યાં છે કે ભારતીય અર્થતંત્ર કોરોના મહામારીની મંદીમાંથી બહાર આવી રહ્યું છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.