Delhi

જી-૨૦ સમીટમાં વિરોધીઓ દ્વારા ડેથ માસ્ક પહેરીને પ્રદર્શન કય

નવી દિલ્હી
રોમમાં આ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ કૂચ કરતા, ગાતા, નાચતા અને નારા લગાવતા જાેવા મળ્યા હતા. વીકએન્ડ પર રોમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૬,૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે ૫૦૦ સૈનિકોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન બે વિરોધ રેલીઓને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ વિરોધીઓને ૨૦મી સદીના ફાસીવાદી સરમુખત્યાર બેનિટો મુસોલિની દ્વારા બાંધવામાં આવેલા ઉપનગરમાં શિખર કેન્દ્રથી દૂર રાખવામાં આવશે. ઇટાલીના વડાપ્રધાન મારિયા ડ્રેગીની સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયું. જ્યારે બીજામાં ૫ હજારથી ૧૦ હજાર વિરોધીઓ એકત્ર થવાની ધારણા છે. વિરોધ કરનારાઓમાં વૈશ્વિકરણને લઈને નોકરી ગુમાવનાર, જલ વાયુ કાર્યકરો, સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયનિસ્ટો સામેલ થઇ રહ્યા છે. વિશ્વની આર્થિક મહાસત્તાઓના નેતાઓ શનિવારે કોરોના મહામારી પછી પ્રથમ આયોજિત સમિટ માટે એકઠા થયા હતા. પરિષદના કાર્યસૂચિમાં જળવાયુ પરિવર્તન, કોવિડ-૧૯ મહામારી, આર્થિક પુનઃપ્રાપ્તિ અને વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ રેટ પર ચર્ચાનો સમાવેશ થાય છે. ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીએ અહીંના કન્વેન્શન સેન્ટરમાં ૨૦ રાજ્યોના વડાઓના જૂથનું સ્વાગત કર્યું. શનિવારના ઉદ્‌ઘાટન સત્રમાં વૈશ્વિક આરોગ્ય અને અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.ઈટાલીની રાજધાની રોમમાં જી-૨૦ સમિટ યોજાઈ રહી છે. આ દરમિયાન કેટલાક વિરોધીઓએ માગ કરી હતી કે નેતાઓ હવામાન પરિવર્તન પર આક્રમક પગલાં લે. તો ઘટનાની જાણ થતા પોલીસે રોમમાં ય્-૨૦ સમિટ સાઇટની નજીકના મુખ્ય બુલવર્ડમાંથી વિરોધીઓને દૂર કર્યા છે. બે દિવસીય સભાની શરૂઆત માટે શનિવારે યુએસ, બ્રિટન, ફ્રાન્સ અને અન્ય આર્થિક મહાસત્તા દેશોના નેતાઓના આગમનના કલાકો પહેલા કાર્યકરોએ રસ્તાને બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન તેમના હાથમાં એક બેનર હતું, જેમાં લખ્યું હતું ‘રોમથી ગ્લાસગો સુધી, તમારું સમાધાન જ સમસ્યા છે’. કેટલાક પ્રદર્શનકારીઓએ ડેથ માસ્ક પહેર્યા હતા અને અન્ય લોકો સમિટના પ્રથમ દિવસે પૃથ્વીની તંદુરસ્તી દર્શાવતા બોલ સાથે ફૂટબોલ રમ્યા હતા. આ સમિટમાં આબોહવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રવિવારે સાંજે ઘણા ય્-૨૦ નેતાઓ એક મહત્વપૂર્ણ આબોહવા સમિટ માટે સ્કોટલેન્ડના ગ્લાસગો જશે. પ્રદર્શનકારીઓએ જ્યારે ખસવાની ના પાડી ત્યારે પોલીસે રસ્તાની બીજી બાજુએ લઈ ગયા. આ દરમિયાન પ્રદર્શનકારીઓ નીચે પડ્યા રહ્યા અને તેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો. ઘણા વિરોધીઓ ય્-૨૦ નેતાઓને આબોહવા પરિવર્તન પર પગલાં લેવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *