Delhi

જ્યાં સરકારની હાજરી અનિવાર્ય ના હોય એ ક્ષેત્રોનું ખાનગીકરણ કરાશે ઃ પીએમ મોદી

નવી દિલ્હી
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે કહ્યું હતું કે આ ર્નિણયથી ખાનગીક્ષેત્રની અંતરિક્ષયાત્રામાં ભાગીદારી શરૃ થશે. રાષ્ટ્રનિર્માણમાં ખાનગી કંપનીઓ પણ બરાબરની હિસ્સેદાર હોવાથી તેમની ભાગીદારી જરૃરી છે. અંતરિક્ષ સેક્ટરમાં ખાનગી કંપનીઓ ભાગીદાર થશે તેનાથી નવી નોકરીઓનું સર્જન થશે આ તકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવતે કહ્યું હતું કે સ્પેસ અને સાઈબર ક્ષેત્ર સતત વિકસી રહ્યા છે. આવી સ્થિતિમાં ખાનગી ક્ષેત્રએ આગળ આવવું પડશે. દેશની સુરક્ષામાં તેમની ભાગીદારી બહુ જ મહત્વની બની ગઈ છે. ઈસરોના માર્ગદર્શનમાં સ્પેસ સેક્ટર પૂરવાટ વેગે દોડશે એ નક્કી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ડિયન સ્પેસ એસોસિએશન લોંચ કર્યું હતું. તેમણે કહ્યું હતું આ નવી શરૃઆતથી દેશના સ્પેસ સેક્ટરને નવી દિશા મળશે અને તેમાં મોટા પરિવર્તનો આવશે. વડાપ્રધાને ખાનગીકરણના સંદર્ભમાં પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે જે સેક્ટરમાં સરકારની હાજરી અનિવાર્ય નહીં હોય એ બધા જ ક્ષેત્રોમાં ખાનગીકરણ થશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઈન્ડિયન સ્પેસ એસોસિએશનના ચાર ઉદેશ્ય છે. પ્રથમ, નવીનીકરણ માટે પ્રાઈવેટ સેક્ટરને અવકાશ. બીજું, એક પ્રવર્તકના રૃપમાં સરકારની ભૂમિકા નક્કી કરવી. ત્રીજું, યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા અને ચોથું, સ્પેસ સેક્ટરનો વિકાસ સાધારણ નાગરિકોના વિકાસમાં કરવો. આ ઉદેશ્ય સાથે અંતરિક્ષ સંઘની સ્થાપના થઈ છે. તે ઉપરાંત ખાનગીકરણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મોદીએ કહ્યુંઃ દેશને પહેલી વખત નિર્ણાયક સરકાર મળી છે. તેના કારણે એક પછી એક મહત્વના ર્નિણયો લેવાઈ રહ્યા છે. એર ઈન્ડિયાનું ખાનગીકરણ એ સરકારની પ્રતિબદ્ધતા અને ગંભીરતાનો દાખલો છે. જે ક્ષેત્રમાં સરકાર અનિવાર્ય રીતે જરૃરી નહીં હોય એનું ખાનગીકરણ આગામી સમયમાં પણ ચાલુ રખાશે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર એક સ્પષ્ટ નીતિ સાથે ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. ખાનગીકરણથી લોકોને સુવિધાજનક વાતાવરણ મળશે. ભારત કોઈથી પાછળ નથી એવું સાબિત થતું જાય છે. સ્પેસ સેક્ટરથી મેપિંગ બહેતર બનશે. ઈમેજિંગ અને કનેક્ટિવિટીની સુવિધા સુધરશે. ઉદ્યોગજગતને પણ તેનો ફાયદો થશે. શિપમેન્ટથી લઈને ડિલિવરી સુધીની સર્વિસમાં ઝડપ આપશે.

PM-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *