Delhi

ઝાકીર નાઈકના સંગઠન પરનો પ્રતિબંધ વધુ પ વર્ષ લંબાવાયો

નવી દિલ્હી
એક ત્રાસવાદીએ જાહેરમાં એકરાર કર્યો હતો કે તેને ઝાકીર નાઇકના પ્રવચનમાંથી ત્રાસવાદી હુમલો કરવાની પ્રેરણા મળી હતી. કેરળના બે યુવકોએ પણ નાઇકના પ્રવચનોમાંથી ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરવાની ખુબ પ્રેરણા મળી હોવાની કબુલાત કરી હતી જાે કે નાઇકે તો કોપિણ ત્રાસવાદી ઘટનામાં તેની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. યાદ રહે કે શ્રીલંકાંમાં ૨૧ એપ્રિલ-૨૦૧૯ના રોજ ઇસ્ટરના તહેવારના દિવસે જ એક અત્યંત વિનાશક ત્રાસવાદી હુમલો કરીને ૨૫૦ લોકોને મોતને ઘાટ ઉતારી દેનાર નેશનલ થોહિત જમાથ નામના સંગઠને ઝાકીર નાઇખની ખુબ જ પ્રસંશા કરી હતી અને નાઇકને સામેથી પ્રશ્ન પૂછ્યો હતો કે તે નાઇક માટે શું કરી શકે છે.ભારતના અને વિદેશોમાં રહેલા યુવકોના બ્રેઇન વોશ કરીને ત્રાસવાદી કૃત્યો કરવા ઉત્તેજન અને પ્રોત્સાહન આપવાનો જેના ઉપર આરોપ મૂકાયો છે તે ઝાકીર નાઇકના કટ્ટરવાદી સંગઠન ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઇઆરએફ) ઉપર મૂકાયેલા પ્રતિબંધને કેન્દ્ર સરકારે વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો. ભારતમાં જન્મેલા પરંતુ ૨૦૧૬ની સાલમાં ઠાકામાં થયેલા બોંબ વિસ્ફોટની ઘટના બાદ ભારત છોડીને ભાગી ગયેલા નાઇક ઉપર આરોપ મૂકાયો છે કે તે તેમના પીસ ટીવી અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી સમાજના વિવિધ સમુદાયોમાં નફરતનું વાતાવરણ ફેલાવી રહ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર ૨ કરોડ ફોલોઅર્સ ધરાવતો નાઇક હાલ મલેશિયામાં રહે છે. ગઇકાલે મોડી રાત્ર બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે આઇઆરએફ એવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલુ છે જેનાથી દેશની સુરક્ષા અને સલામતિ સામે મોટુ જાેખમ અને પડકાર ઉભા થઇ શકે છે, તે ઉપરાંત તે પ્રવૃત્તિઓથી સમાજમાં પ્રવર્તમાન શાંતિ અને સૌહાર્દનો પણ ભંગ થઇ શકે છે તેથી અનલોફૂલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ અંતર્ગત આ સંસ્થાને ગેરકાયદે જાહેર કરાઇ છે. જાે કે કેન્દ્ર સરકારે ૨૦૧૬ની સાલમાં જ નાઇકની આ સંસ્થા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.૨૦૧૬ની સાલમાં બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં આવેલી એક કાફે ઉપર ત્રાસવાદીઓએ પ્રચંડ બોંબ વિસ્ફોટ કરીને હુમલો કર્યો હતો જેમાં ૧૭ વિદેશી નાગરિકો સહિત કુલ ૨૦ લોકોના મોત થયા હતા.

Zakir-naik.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *