Delhi

ઝાયકોવ-ડીનો એક ડોઝ ઘટાડી રૂા.૨૬૫ કરાયું

નવી દિલ્હી
ઝાયકોવ-ડી વેક્સિન આપવા માટે જેટ ઇન્જેક્ટરની જરૂર પડશે. જેની કીંમત ૩૦,૦૦૦ રૂપિયા છે. એક ઇન્જેક્ટરની મદદથી ૨૦,૦૦૦ ડોઝ આપી શકાશે. આ વેક્સિનના ત્રણ ડોઝ ૨૮ દિવસના અંતરે લેવાના રહેશે. ઉલ્લેખનીય છે કે સરકાર હાલમાં કોરોનાની અન્ય બે વેક્સિન કોવિશિલ્ડના એક ડોઝ માટે ૨૦૫ રૂપિયા અને કોવેક્સિનના એક ડોઝ માટે ૨૧૫ રૂપિયા ચુકવી રહી છે.કોવિડ-૧૯ વેક્સિન ઝાયકોવ-ડીના ભાવ અંગકેન્દ્ર સરકાર અને ઝાયડસ કેડિલા વચ્ચે મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની પોતાની વેક્સિનનો એક ડોઝનો ભાવ ઘટાડીને ૨૬૫ રૂપિયા કરવા સંમત થઇ ગઇ છે. જાે કે આ અંગે હજુ સુધી અંતિમ ર્નિણય લેવામાં આવ્યા નથી. આ વેકિસન ૧૨ વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે. આ અગાઉ ઝાયડસ કેડિલાએ ત્રણેય ડોઝનો કુલ ભાવ ૧૯૦૦ રૂપિયા રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જાે કે તે વખતે સરકારે કંપનીને જણાવ્યું હતું કે તે આ પ્રસ્તાવિત ભાવમાં ઘટાડો કરે. ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ઝાયડસ કેડિલાની આ વેક્સિનને રાષ્ટ્રવ્યાપી એન્ટી કોરોનાવાઇરસ વેક્સિનેશન ડ્રાઇવમાં રજૂ કરવામાં આવશે. આ વેક્સિન ડીએનએ આધારિત નિડલ ફ્રી વેક્સિન છે. નિડલ ફ્રી વેક્સિન આપવા માટે ડિસ્પોઝલ પેઇનલેસ જેટ એપ્લિકેટરની જરૂર પડશે. જેના માટે ડોઝ દીઠ ૯૩ રૂપિયા અલગથી ચુકવવા પડશે. આમ વેક્સિનના એક ડોઝનો કુલ ભાવ ૩૫૮ રૂપિયા થઇ જશે. વેક્સિનના એક ડોઝના ભાવ અંગેનો અંતિમ ર્નિણય એક સપ્તાહમાં લઇ લેવામાં આવશે.

ZyCov-D-Vaccine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *