નવી દિલ્હી
ઘરમાં ગેરકાયેદસર રીતે બોમ્બ મુકવામાં આવ્યા હતા.કોઈ કારણસર આ પૈકીના બે થી ત્રણ બોમ્બ એક સાથે બ્લાસ્ટ થયા હતા.જેના પગલે ઘરના ચિંથરા ઉડી ગયા હતા.આસપાસના ઘરોના શેડ પણ ઉટયા હતા.આ વિસ્તારમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ જેના ઘરમાં બ્લાસ્ટ થયો છે તે ટીએમસી નેતા ફરાર છે.પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી લીધી છે.બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી છે. આ ઘર ટીએમસી નેતા રફીકુલનુ છે પણ ત્યાં કોઈ રહેતુ નથી.ઘણા સમયથી અહીંયા બોમ્બ બનાવવાનુ કામ ચાલુ હતુ.એવો પણ આરોપ છે કે, તોફાનો કરવા માટે અને તોડફોડ કરવા માટેની યોજનાન ભાગરુપે બોમ્બ બનાવાઈ રહ્યા હતા.ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે અને પ્રચંડ બોમ્બ ધડાકાના પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. માલદા જિલ્લામાં સત્તાધારી ટીએમસી પાર્ટીના નેતા રફીકુલ શેખના ઘરે બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જેમાં આખુ ઘર ધ્વસ્ત થઈ ગયુ હતુ.ધડાકો એટલો શક્તિશાળી હતો કે, ઘરની છત પણ ઉડી ગઈ હતી.