Delhi

ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ પાછો ઠેલાશે

ન્યુદિલ્હી
દક્ષિણ આફ્રિકન સરકારે ભારતીય ટીમને બાયો બબલની સુરક્ષા પૂ રી પાડવાની ખાતરી આપી છે.હાલમાં ભારતની એ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે.કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના કારણે ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ એક સપ્તાહ પાછો ઠેલાય તેવી શકયતા છે. મળતી વિગતો પ્રમાણે ભારતના ક્રિકેટ બોર્ડે પ્રવાસ પર વિચાર કરવા માટે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ પાસે સમય માંગ્યો છે.કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ સાઉથ આફ્રિકામાં જ થઈ હતી.અહીંયા આ વેરિએન્ટના કારણે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ ભારતે ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝ બાદ તરત જ સાઉથ આફ્રિકા રવાના થવાનુ છે.જ્યાં ભારત ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર ટી ૨૦ મેચ રમવાની છે.પહેલી ટેસ્ટ ૧૭ ડિસેમ્બરથી શરુ થવાની છે.

indian-team-in-africa-tour-cancle.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *