નવી દિલ્હી
ભારતમાં પોલિસી હેડ સહિત ટેસ્લાના એક્ઝિક્યુટિવ મનુજ ખુરાના ગયા મહિને કંપનીની માંગ ગયા મહિને મોદીના અધિકારીઓ સમક્ષ લઈ ગયા હતા.તેઓની બંધબારણે બેઠક યોજાઈ હતી. તેમા પણ તેમણે ટેક્સના દર ઊંચા હોવાનું જણાવ્યું હતું, એમ આ અંગેની જાણકારી ધરાવતા ચાર જણે જણાવ્યું હતું. મોદીની ઓફિસે મીટિંગ દરમિયાન ટેસ્લાએ જણાવ્યું હતું કે ભારતનું ટેક્સ માળખુ દેશમાં વિદેશી કંપની માટે કારોબાર કરવો અઘરો બનાવે છે. ભારત ૪૦,૦૦૦ ડોલર કે તેનાથી ઓછા મૂલ્યના ઇલેક્ટ્રિક વાહનો પર ૬૦ ટકા આયાત જકાત વસૂલે છે. જ્યારે ૪૦,૦૦૦ ડોલરથી વધારે ભાવના ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેક્સ વસૂલે છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ દરે ટેસ્લાની કાર ખરીદદારો માટે અત્યંત મોંઘી થઈ જાય છે. તેનાથી તેનું વેચાણ મર્યાદિત થઈ શકે છે. મસ્ક અને મોદી વચ્ચે મુલાકાત થઈ ત્યારે પણ ટેસ્લાએ આ વાત મૂકી હતી.ટેસ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ ભારતીય બજારમાં પ્રવેશે તે પહેલા ઇલેક્ટ્રિક વાહનો પરના વેરામાં ઘટાડો કરવામાં આવે. જાે કે તેની આ માંગ સામે કેટલીક ભારતીય ઓટો કંપનીઓ વાંધો ઉઠાવી શકે છે. ટેસ્લા આ વર્ષે ભારતમાં તેની કારનું વેચાણ કરવા ઇચ્છુક છે, પરંતુ તે વેરામાં ઘટાડો ઇચ્છે છે. ભારતમાં લાદવામાં આવેલા વેરા વિશ્વમાં સૌથી વધારે દર ધરાવે છે. આ પહેલા પણ ટેસ્લાએ જુલાઈમાં વેરો ઘટાડવા માટે વિનંતી કરી હતી, તે સમયે પણ કેટલીક સ્થાનિક કંપનીઓએ જણાવ્યું હતું કે આમ કરવામાં આવે તો સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર થતાં રોકાણની પ્રવૃત્તિ મંદ પડશે.


