Delhi

ડૉ.રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા અંગે મહત્ત્વની વાત કરી

ન્યુ દિલ્હી
શાળાઓ બે વર્ષથી બંધ છે જેને કારણે બાળકોના ફિઝિકલ ગ્રોથ અટકી ગયો છે. શાળાઓ વહેલી તકે શરૂ કરી દેવી જાેઇએ. રણદીપ ગુલેરીયાએ કહ્યું હતું કે કોરોનાના અલગ અલગ વેરીઅંટ્‌સ જાેવા મળી રહ્યા છે. મુખ્ય રૂપે જે વેરીઅંટ અત્યારે છે તે ડેલ્ટા છે, ઉપરાંત ડેલ્ટા પ્લસ છે. કેટલીક જગ્યા પર ઝ્ર-૧,૨ જેવા મ્યૂટન્ટ મળ્યા છે. જાે કે તેના હજુ સુધી કોઇ ડેટા ઉપલબ્ધ નથી કે તેની પરથી ખબર પડે કે આ વેરીઅંટ ગંભીર સંક્રામક છે કે નથી. ગુલેરીયાએ કહ્યું કે વેક્સીનને કારણે લોકોને ખાસ્સું પ્રોટેકશન મળી રહ્યું છે, લોકોના જીવ બચાવવા હોય તો ઓછામાં ઓછો એક ડોઝ તો આપવો જ પડશે. સાજા લોકોએ બુસ્ટર ડોઝની જરૂર પડે એવી કોઇ જાણકારી નથી. હમણા બુસ્ટર ડોઝ માટે રાહ જુઓ, ડેટા આવે પછી વિચાર કરીશું. ગુલેરીયાનું ઓવરઓલ કહેવું છે કે હજુ પણ સાવધાની રાખજાે.છૈંૈંસ્જીના ડિરેકટર રણદીપ ગુલેરીયાએ શાળા ખોલવા વિશે જે વાત કરી છે તે વાલીઓ અને સરકારોએ સાંભળવા જેવી છે. ગુલેરીયાએ કહ્યું કે લગભગ છેલ્લાં બે વર્ષથી શાળાઓ સંપૂણ બંધ છે જેને કારણે બાળકોનો ફિઝિકલ ગ્રોથ અટકી ગયો છે. હવે સમય આવી ગયો છે કે શાળાઓ કોરોના પ્રોટોકોલના પુરા પાલન અને જાળવણી સાથે ખોલવામાં આવે. જાે કે રણદીપ ગુલેરીયાએ લોકોને વિનંતી કરી છે કે તહેવારો આવી રહ્યા છે ત્યારે ઉજવણી પણ સાવધાની સાથે કરશો. છૈંૈંસ્જીના ડિરેકટર રણદીપ ગુલેરીયાએ કહ્યું છે કે આગામી સપ્તાહથી નવરાત્રીની શરૂઆત થવાની છે અને એ પછી એક મહિના સુધી તહેવારોની સિઝન છે.તેમણે લોકોને વિનંતી કરી છે કે સાવધાની રાખીને તહેવારોનો આનંદ માણજાે, તહેવારોમાં પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનેટાઇઝ જેવા પ્રોટોકોલનું પાલન કરજાે. આમ તો કેટલાંક રાજયોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી શાળાઓ ખોલવામાં આવી રહી છે. શરૂઆતમાં ૯મા ધોરણથી ઉપરના બાળકો માટે શાળાઓ શરૂ થઇ અને હવે ધીમે ધીમે નાના બાળકો માટે પણ કેટલાંક વિસ્તારોમાં શાળાઓ શરૂ થઇ છે. પરંતુ હજુ પણ અનેક વાલીઓ હજુ બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી જયારે કેટલાંક વાલીઓ મોકલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *