Delhi

ડ્રોન ઊડાવવા બદલ અમેરિકા પરિણામ ભોગવવા તૈયાર રહે ઃ તાલિબાન

કાબુલ
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે અમેરિકાના પગલાંને રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ ગણાવતા જણાવ્યું કે બધા જ દેશોને કહ્યું કે તેઓ પરસ્પરની જવાબદારીઓ મુજબ કામ કરે. અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહે. અફઘાનિસ્તાનના ઈસ્લામીક અમિરાત (આઈઈએ) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, બધા જ દેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના દેશની પ્રાદેશિક અને હવાઈ સંપ્રભુતાના એકમાત્ર માલિક છે. તેથી ઈસ્લામિક અમિરાત, અફઘાનિસ્તાનના એકમાત્ર કાયદાકીય એકમના રૂપમાં અફઘાનિસ્તાની ભૂમી અને હવાઈ ક્ષેત્રની સંરક્ષક છે. નિવેદનમાં કહેવાયું છે કે અમે તાજેતરમાં જ અમેરિકાને દોહા, કતારમાં ઈસ્લામિક અમિરાત માટે બધા જ આંતરરાષ્ટ્રીય અધિકારો, કાયદા અને અમેરિકાની કટિબદ્ધતાઓનો ભંગ કરતા જાેયા છે. અમેરિકા ડ્રોનથી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં હુમલા કરી રહ્યું છે. આ ભંગની સ્થિતિ અટકવી જાેઈએ.અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ પછી સત્તામાં પાછા ફરનારા તાલિબાનોએ હવે અમેરિકાને આંખો બતાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાને અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ડ્રોન ચલાવવા બદલ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની તાલિબાને ચેતવણી આપી છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને પાછા ખેંચતી વખતે જણાવ્યું હતું કે, તે આતંકવાદ વિરુદ્ધની લડાઈ ચાલુ રાખશે અને જરૂર પડે અફઘાનિસ્તાનમાં આતંકીઓ પર ડ્રોન હુમલા કરતાં ખચકાશે નહીં. જાેકે, હવે તાલિબાને અમેરિકાને અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી ડ્રોનનું સંચાલન બંધ કરવા જણાવ્યું છે. સાથે જ ધમકીભર્યા સૂરમાં એમ પણ કહ્યું છે કે તેણે કોઈ નકારાત્મક પરિણામોથી બચવું હોય તો અફઘાનિસ્તાનમાં ડ્રોનના ઉડ્ડયનો બંધ કરવા જ પડશે. જાેકે, કાબુલ એરપોર્ટ હુમલાના આતંકીઓ પર અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં ભૂલથી નિર્દોષ લોકો માર્યા ગયા હોવાના અહેવાલોના સંદર્ભમાં તાલિબાનોએ અમેરિકાને આ ચેતવણી આપી હોવાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *