નવી દિલ્હી
આ સરકારે કલમ ૩૭૦ હટાવવાનો ર્નિણય લીધો છે.જેનાથી આ રાજ્યના લાખો લોકોને તેમના અધિકાર મળ્યા છે.પહેલા જમ્મુમાં સિખો, ખત્રિઓ, મહાજનોને જમીન ખરીદવાનો અધિકાર નહોતો.વાલ્મિક અને ગુર્જર ભાઈઓને અધિકારો નહોતા પણ હવે તમામને ભારતના બંધારણ પ્રમાણે અધિકારો મળવાના છે. અમિત શાહે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં સાત નવી મેડિકલ કોલેજાે સરકારે બનાવી છે.હવે ૨૦૦૦ વિદ્યાર્થીઓ રાજ્યમાં મેડિકલનો અભ્યાસ કરી શકશે.ગઈકાલે મને અહીંના ત્રણ પરિવારો સવાલ પૂછતા હતા કે શું આપીને જશો તો હું તો તેનો પણ હિસાબ લઈને આવ્યો છે, પણ તમે આટલા વર્ષોમાં શું કર્યુ તેનો હિસાબ તો આપો.હવે અહીંયા ત્રણ પરિવારોની દાદાગીરી નહીં ચાલે, જમ્મુ કાશ્મીરમાં દરેક તાલુકામાં પંચાયત બની છે, જિલ્લા પંચાયત બની છે.અહીંના સરપંચો આગળ જઈને ભારત સરકારમાં મંત્રી કે રાજ્યના મુખ્યમંત્રી પણ બની શકે છે.જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુમાં એક સભામાં કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં હવે વિકાસનો યુગ શરુ થઈ ગયો છે.હવે અહીંના લોકો સાથે કોઈ અન્યાય કરી શકે તેમ નથી.
