Delhi

ત્રણ મહિનામાં કોરોનાના કેસો વધવાની સરકારની ચેતવણી

નવી દિલ્હી
મિઝોરમમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૦૨ નવા કેસો સામે આવ્યા છે. જેમાં ૨૬૩ કેસ બાળકોના છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં છ લોકોનાં મોત થયા છે. મિઝોરમના ઐઝવાલ જિલ્લામાં સૌથી વધુ ૭૨૮ કેસો જાેવા મળ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ દેશની પ્રજાને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં કોરોના અંગે વધુ સતર્ક રહેવાની અપીલ કરી છે. આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે આ ત્રણ મહિનાઓમાં તહેવારો અને લગ્નની સિઝન હોવાથી કોરોનાના કેસો વધી શકે છે. આરોગ્ય મંત્રાલયે લોકોને ભીડવાળી જગ્યાએ ન જવા અને વર્ચ્યુઅલ રીતે તહેવારોની ઉજવણી કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વારંવાર જણાવે છે કે કોરોનાની બીજી લહેર હજુ સમાપ્ત થઇ નથી. હજુ પણ દરરોજ દેશમાં ૨૦,૦૦૦ની આસપાસ કોરોનાના કેસો જાેવા મળે છે.નીતિ આયોગના સભ્ય(આરોગ્ય) વી કે પૌલે જણાવ્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં દશેરા, દિવાળી, દુર્ગા પૂજા, ઇદે મિલાદ, નાતાલ જેવા તહેવારો અને લગ્નગાળો આવવાનો હોવાથી લોકોએ વધુ સતર્ક રહેવાની જરૃર છે. મિઝોરમ, કેરળ, સિક્કિમ, મણિપુર અને મેઘાલયમાં સાપ્તાહિક પોઝિટીવ રેટ પાંચ ટકાથી વધુ છે. ૯ રાજ્યોના ૩૪ જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટિવ રેટ દસ ટકાથી વધારે છે. વિશ્વમાં હજુ પણ કોરોનાના દૈનિક કેસો ૪.૫૪ લાખની આસપાસ જાેવા મળી રહ્યાં છે. આ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨,૪૩૧ કેસો સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૮,૯૪,૩૧૨ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૩૧૮ લોકોના મોત થતાં દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૯,૮૫૬ થઇ ગઇ છે. આજે થયેલા ૩૧૮ મોત પૈકી કેરળમાં ૧૩૪ મોત અને મહારાષ્ટ્રમાં ૯૦ લોકોનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા કેસો છેલ્લા ૧૩ દિવસથી ૩૦,૦૦૦થી નીચે જાેવા મળી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૯૨.૬૩ કરોડને પાર થઇ ગઇ છે.

vaccine-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *