Delhi

દિલ્હીમાં ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ છે

નવી દિલ્હી
દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ સચદેવે જણાવ્યું હતું કે જાે કોઇ વ્યકિત દિલ્હી બહારથી આવીને એમ કહે કે મારા વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું ઓછું છે અને હું અહીંથી ખરીદીને ત્યાં જઇને ફટાકડા ફોડીશ તો દીલ્હીનો દુકાનદાર તેને ફટાકડા વેચે તો તે ગુનો ગણાશે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ ગણાશે.કોરોના મહામારીની વચ્ચે વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જાે કે સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઇકોર્ટના આ આદેશને રદ કરી દીધો છે. ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની બનેલી સ્પેશિયલ ખંડપીઠે કલકત્તા હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ દાખલ કરવામાં અરજીની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળને સુનિશ્ચિત કરાવા જણાવ્યું છે કે રાજ્યમાંપ્રતિબંધિત ફટાકડાની કોઇ પણ સંજાેગોમાં આયાત કરવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા પશ્ચિમ બંગાળ સરકારે દિવાળીના તહેવારો દરમિયાન રાતે ૮ થી ૧૦ વાગ્યા સુધી ફક્ત ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. જાે કે ૨૯ ઓક્ટોબરે કલકત્તા હાઇકોર્ટે ગ્રીન સહિતના તમામ પ્રકારના ફટાકડા પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. બીજી તરફ દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે કે દિલ્હીમાં એવા લોકોને પણ ફટાકડા ખરીદવાની પરવાનગી આપવામાં આવશે નહીં કે જેઓ દિલ્હી એનસીઆર બહાર ફટાકડા ફોડવા માગે છે કે જ્યાં ફટાકડા પર પ્રતિબંધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *