નવીદિલ્હી
નવી દિલ્હી ખાતે આવેલી એઇમ્સમાં સારવાર ચાલી રહી છે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન(આઈસા) અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વચ્ચે મારામારી થઈ હતી. એમાં લગભગ ૧૨ વિદ્યાર્થી ઘાયલ થયા છે, જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી છે સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્યોના જણાવ્યા અનુસાર, મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની હાલ નવી દિલ્હી ખાતે આવેલી એઇમાં સારવાર ચાલી રહી છે. ઘટના અંગેની ફરિયાદ દિલ્હીમાં પોલીસમાં કરવામાં આવી છે. ઘટના લગભગ રવિવારે ૧૦ વાગ્યે યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની ઓફિસમાં થઈ હતી. બંને પક્ષોના સભ્યો એકબીજા પર હિંસા શરૂ કરવા અંગેના આરોપ લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ત્નદ્ગેંમાં આ કોઈ પ્રથમ વખત હિંસા થઈ નથી. ત્નદ્ગેંમાં પહેલાં પણ ઘણા વિવાદ થયા છે. આ પહેલાં ૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(છમ્ફઁ)ના વિદ્યાર્થીઓએ લેફ્ટ સંગઠનોને મારામારી માટે જવાબદાર ઠેરવ્યા હતા. ત્નદ્ગેંમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ આવ્યા છે. આ તમામ છમ્ફઁના મેમ્બર્સ હતા. તેમણે લેફ્ટ સંગઠનો પર મારામારી કરવાના આરોપ લગાવ્યા છે. વિદ્યાર્થીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે લડાઈ વિન્ટર સેશનના રજિસ્ટ્રેશનને લઈને હતી. વધુમાં તેણે જણાવ્યું હતું કે પીસ માર્ચના બહાના હેઠળ ૭૦૦ લોકો(લેફ્ટ સંગઠનો) એકત્રિત થયા હતા અને તેમણે જ સર્વર રૂમને નુકસાન પહોંચાડ્યું હતું, જેથી રજિસ્ટ્રેશનમાં વિલંબ થાય.રી; વિન્ટર સેશનના રજિસ્ટ્રેશનને લઈને બબાલ, ૧૫ ઘાયલ, ત્રણની હાલત ગંભીર