Delhi

દિલ્હીમાં ૨ દિવસનું લોકડાઉન લગાવી દો ઃ સુપ્રિમ કોટ

ન્યુ દિલ્હી,
દિલ્હીની હવામાં ફેફસાને નુકસાન પહોંચાડતા ઁસ્૨.૫ (ખૂબ જ ઝીણા ધૂળના કણો)નો સ્તર મધ્યરાત્રિની આસપાસ ૩૦૦ના આંકને પાર થઈ ગયો હતો. સાંજે ૪ વાગ્યે એ ૩૮૧ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. હવા સુરક્ષિત રહે એ માટે ઁસ્૨.૫નો સ્તર ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવો જાેઈએ. હાલમાં એ સલામત મર્યાદા કરતાં લગભગ ૬ ગણો વધુ છે. ઁસ્૨.૫ એટલું જાેખમી છે કે એ ફેફસાંનું કેન્સર અને શ્વસનસંબંધી ગંભીર રોગોનું કારણ બની શકે છેદિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં ૧૦ સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્‌ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ ૈંઊછૈિએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે. દિલ્હી-દ્ગઝ્રઇમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકરો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું, હું એવું કહેવા નથી માગતો કે પ્રદૂષણમાં પરાલી સળગાવવાની અસર કેટલી છે અને ફટાકડાં-વાહન, ડસ્ટ અને કંસ્ટ્રક્શનનો કેટલો ભાગ છે, પરંતુ તમે અમને જણાવો કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ઉપાય કયા હોવા જાેઈએ. સીજેઆઈએ કહ્યું, જાે શક્ય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવી દો. સુનાવણી શરૂ થયા પછી દિલ્હી સરકાર તરફથી વકીલ રાહુલ મેહરાએ એફિડેવિટ મોડી જમા કરાવવા માટે માફી માગી હતી. આ વિશે સીજેઆઈએ કહ્યું, કોઈ વાંધો નથી, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી જીય્ તુષાર મહેતાએ કહ્યું, અમે પણ ડિટેલ્સમાં એફિડેવિટ દાખલ કરી દીધી છે. પ્રદુષણની યાદીમાં પાકિસ્તાનનું લાહોર અને ચીનનું ચેંદગુ શહેર પણ સામેલ છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાનો અને દિલ્હીમાં વાહન પ્રદૂષણનો મોટો હિસ્સો છે. રાજ્યોની સરકારો વચ્ચે પરાલી સળગાવવા મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે, પરંતુ કોઈ ઉકેલ મળતો નથી દિલ્હીમાં એર ક્વોલિટી લેવલ ૪૭૬ છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ શુક્રવારે ચેતવણી આપી હતી કે આગામી ૪૮ કલાક સુધી હવાની ગુણવત્તા ગંભીર બની રહેશે. રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓએ શાળાઓ બંધ કરવા, ખાનગી કાર પર ‘ઓડ-ઇવન’ અમલ અને તમામ પ્રકારનાં બાંધકામ બંધ કરવા સહિતનાં કટોકટીનાં પગલાં અમલમાં મૂકવાં જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *