Delhi

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં થોડો સુધારો આવ્યો

નવી દિલ્હી
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ સોમવારે દિલ્હી-દ્ગઝ્રઇની હવાની ગુણવત્તાની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે વાયુ પ્રદૂષણમાં પરાળ સળગાવવાનું યોગદાન આગામી પાંચ દિવસ દરમિયાન વધશે અને હવા ગુણવત્તા સૂચકાંક ‘વધારે ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણીઓ વચ્ચે રહેશે. પરિસ્થિતિની સમીક્ષા કરીને, બોર્ડે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોને માર્ગો પર પાણીના છંટકાવની સાથે ગ્રેડેડ એક્શન પ્લાન નું કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. સંબંધિત એજન્સીઓને સંબંધિત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સમિતિઓને દૈનિક અહેવાલો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઝ્રઁઝ્રમ્એ જણાવ્યું હતું કે, સબ-કમિટીએ ૮ નવેમ્બરે એક બેઠક બોલાવી હતી અને હવાની ગુણવત્તાની સ્થિતિ, હવામાન અને વાયુ પ્રદૂષણના અંદાજાેની સમીક્ષા કરી હતી.દિલ્હીમાં સતત ત્રણ દિવસથી વાયુ પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો છે. આ ઘટાડો જાેરદાર પવનોને કારણે નોંધવામાં આવ્યો છે, જેના કારણે હવાની ગુણવત્તા ગંભીરથી અત્યંત ખરાબ શ્રેણી સુધી પહોંચી ગઈ છે. સોમવારે સરેરાશ છઊૈં ૩૯૦ નોંધાયો હતો, જે ‘વધારે ખરાબ’ શ્રેણીમાં છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે દિવાળીના ફટાકડા અને પરાળ સળગાવવાને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા છેલ્લા ત્રણ દિવસથી ‘ગંભીર’ સ્તરે નોંધાઈ હતી. શૂન્ય અને ૫૦ ની વચ્ચેનો છઊૈં ‘સારું’, ૫૧ અને ૧૦૦ ‘સંતોષકારક’, ૧૦૧ અને ૨૦૦ ‘મધ્યમ’, ૨૦૧ અને ૩૦૦ ‘ખરાબ’, ૩૦૧ અને ૪૦૦ ‘વધારે ખરાબ’ અને ૪૦૧ અને ૫૦૦ ‘ખૂબ ગંભીર’ ગણાય છે. પડોશી રાજ્યોમાં ૫,૪૫૦ ખેતરોમાં પરાળ સળગાવવાની ઘટનાઓ નોંધાઈ હતી, જે આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીનું ૪૮ ટકા વાયુ પ્રદૂષણ પરાળ સળગાવવાને કારણે થયું હતું. સોમવારે તે ઘટીને ૩૦ ટકા થઈ ગયો હતો. હવાની ગુણવત્તાની આગાહી કરતી એજન્સી જીછહ્લછઇ અનુસાર, પવનની ઝડપને કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પવનની ઝડપ ૮ કિમી પ્રતિ કલાકથી ૧૪ કિમી પ્રતિ કલાકની રેન્જમાં હતી. જીછહ્લછઇ એ હવાની ગુણવત્તામાં થોડો સુધારો થવાની આગાહી કરી હતી પરંતુ કહ્યું હતું કે તે હજુ પણ ‘વધારે ખરાબ’ શ્રેણીમાં રહેશે. ગયા વર્ષે, ૫ નવેમ્બરના રોજ દિલ્હીના પ્રદૂષણમાં પરાળ સળગાવવાનો હિસ્સો ૪૨ ટકા પર પહોંચી ગયો હતો. ૨૦૧૯ માં, ૧ નવેમ્બરના રોજ દિલ્હીના ઁસ્૨.૫ પ્રદૂષણમાં ૪૪ ટકા પરાળ સળગાવવાનો હિસ્સો હતો.

Delhi-Air-Pollution.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *