નવી દિલ્હી
જથ્થાબંધ ડ્રગ મંગાવનાર માફિયા એક વર્ચ્યુલ નંબરની મદદથી છુટક વેચાણ કરનારા લોકોનો સંપર્ક કરતો અને તેઓ જે સ્થળ કહેતા તે જગ્યાએ ડ્રગનો મુદ્દામાલ પહોંચી જતો. આ આફ્રિકન નાગરિકોએ મોહન ગાર્ડન વિસ્તારમાં આવેલા એક ફ્લેટના જુદા જુદા માળે બે રુમ ભાડે રાખ્યા હતા. નીચેના રુમમાં તેઓ રહેતાં અને સૌથી ઉપરના માળે ડ્રગ તૈયાર કરવાની આખી એક ફેક્ટરી ઉભી કરી દીધી હતી. આ ફેક્ટરીમાં તેઓ હેરોઇનમાં મિક્ષ કરવાના કામમાં ઉપયોગી એવા કેટલાંક પદાર્થો અને રસાયમોનું મિશ્રણ કરતાં હતા એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.દિલ્હી પોલીસે પાટનગરના દ્વારકા વિસ્તારમાંથી રુ. ૧૩ કરોડના હેરોઇન સાથે ત્રણ આફ્રિકન નાગરિકોને ઝડપી પાડી આ વિસ્તારમાં છેલ્લા કેટલાંય સમયથી સક્રિય એવી ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી દીધો હતો એમ દિલ્હી પોલીસે બુધવારે કહ્યું હતું. પોલીસે આ સિન્ડિકેટના માસ્ટર માઇન્ડ ગણાતા ૪૧ વર્ષિય સ્ટેન્લી ચિમેઇઝ અલાસોન્યે, ૪૨ વર્ષિય હેનરી ઓકોલિ અને ૩૭ વર્ષિય પીટર ઇગ્બોન્ઝુને ૧.૩૦૦ કિ.ગ્રા વજનના હેરોઇન સાથે ઝડપી લીધા હતા પોલીસના કહેવા મુજબ આ ગેંગ તાજેતરમાં પાટનગરના ઉત્તમ નગર અને મોહન ગાર્ડન વિસ્તારમાં સક્રિય બની હતી. આ તમામ ત્રણ આરોપીઓ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને આવ્યા હતા અને તેઓ કોપિમ જાતના વિઝા વિના ભારતમાં રહેતા હતા. ડ્રગના આ પ્રતિબંધિત જથ્થાને ભારતીય પાસપોર્ટ ધારકની મદદથી નાઇઝિરિયાથી વાયા રશિયા થઇ ભારતના કોિ બંદરે લાવવામાં આવ્યો હતો એમ પોલીસે કહ્યું હતું. દ્વારકા વિસ્તારના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ શંકર ચૌધરીએ કહ્યું હતું કે ગત ૧ ઓક્ટોબરના રોજ પોલીસે બાતમીના આધારે મોહન ગાર્ડન વિસ્તારમાં એક છટકું ગોઠવ્યું હતું અને ઓકોલી અને ઇગ્બોન્ઝુને ૧ કિલો હેરોઇન સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને આફ્રિકન નાગરિકો ૨૦૧૯ની સાલમાં બાંગ્લાદેશ થઇને ભારત આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેઓએ માહિતી આપી હતી કે આ પ્રતિબંધિત ડ્રગનો જથ્થો નાઇઝિરિયાથી વાયા રશિયા થઇને ભારતમાં આવ્યો હતો એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. તેઓએ એમ પણ કહ્યું હતું કેટલીક વાર આ ડ્રગને બાંગ્લાદેશ અને નેપાળથી પણ ભારતમાં ઘૂસાડવામાં આવતી હતી.