Delhi

દીકરો દોષી જણાયો તો આપી દઈશ રાજીનામુ ઃ મંત્રી અજય મિશ્રા

નવી દિલ્હી
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ઈન્ડિયા ટુડે ટીવીને આ મામલે કહ્યુ કે, ‘લખીમપુર ખીરીમાં જે જગ્યાએ ઘટના બની, ત્યાં મારા દીકરાની હાજરીનો એક પણ પુરાવો સામે આવ્યો તો હું મંત્રી પદેથી રાજીનામુ આપી દઈશ.’ રવિવારે થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત કુલ ૮ લોકો માર્યા ગયા હતા. આ હિંસા ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થઈ હતી. ખેડૂત સંગઠનોનો દાવો છે કે મંત્રીના દીકરા આશિષ મિશ્રાની ગાડીથી જ પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા પરંતુ આશિષ મિશ્રા સતત દાવો કરી રહ્યા છે કે ઘટના સ્થળે તેમનો દીકરો હાજર નહોતોકેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ કહ્યુ છે કે લખીમપુર ખીરી કાંડમાં તેમનો દીકરો દોષી જણાયો તો તે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેશે. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રાની કારથી જ પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા, જે ત્યાં પ્રદર્શન કરી રહ્યા હતા. ચારે તરફ દબાણ સહન કરી રહેલ અજય મિશ્રા ટેનીએ કહ્યુ છે કે લખીમપુર ખીરીમાં જે જગ્યાએ હિંસા થઈ હતી ત્યાં તેમના દીકરાની હાજરીનો એક પણ પુરાવો મળ્યો તે પોતાનુ પદ છોડી દેશે. તમને જણાવી દઈએ કે આ ઘટનામાં અને ત્યારબાદ કથિત જવાબી કાર્યવાહીમાં કુલ ૮ લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *