Delhi

દેશના ઘણા જિલ્લાઓમાં પ્રથમ ડોઝનો ૫૦ ટકા હિસ્સો પણ નથી મળ્યો

નવી દિલ્હી
દિલ્હીમાં સોમવારે સ્કૂલ અને કોલેજાેને ખુલ્લી મુકવામાં આવી હતી, કોરોનાને કારણે છેલ્લા ૧૯ મહિનાથી દિલ્હીમાં તેને બંધ રાખવામાં આવી હતી. સ્કૂલ કોલેજાે ખુલતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં આવવું ફરજિયાત નથી તેઓને ઓનલાઇન શિક્ષણ પણ મળતુ રહેશે તેમ દિલ્હી સરકારે કહ્યું હતું.દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૧૨૫૧૪ કેસો સામે આવ્યા હતા. જ્યારે કોરોનાના કુલ કેસોનો આંકડો વધીને ૩.૪૨ કરોડે પહોંચ્યો છે. તેવી જ રીતે એક્ટિવ કેસો પણ ઘટીને ૧,૫૮,૮૧૭એ પહોંચ્યા હતા જે છેલ્લા ૨૪૮ દિવસમાં સૌથી ઓછા છે. દરમિયાન હજુ પણ દેશના ૪૮ જિલ્લાઓ એવા છે કે જ્યાં રસીનો પ્રથમ ડોઝ ૫૦ ટકા લોકોને નથી મળ્યો. રસીકરણની પરિસિૃથતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બેઠક યોજવા જઇ રહ્યા છે. તેઓ રસીકરણની વર્તમાન સિૃથતિ પર આ બેઠકમાં ચર્ચા કરશે અને કામગીરી અંગે રિપોર્ટ પણ લેશે. મોદીની આ બેઠક યોજાવા જઇ રહી છે, જેમાં જે પણ જિલ્લાઓમાં રસીકરણ ઓછુ છે તેનો રિપોર્ટ લેવામાં આવશે. આવા આશરે ૪૮ જિલ્લાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ એવા જિલ્લાઓ છે કે જ્યાં હજુસુધી રસીનો પ્રથમ ડોઝ ૫૦ ટકાથી પણ ઓછા લોકોને મળ્યો છે. બીજી તરફ કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૧ લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મૃત્યુઆંક વધીને ૪.૫૮ લાખને પાર પહોંચ્યો છે. સતત ૨૪ દિવસથી દૈનિક કેસો ૨૦ હજારની નીચે આવી રહ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૪૫૫નો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે જે પણ લોકો રસી લેવાને લાયક છે તેમાંથી ૭૮ ટકાને પ્રથમ ડોઝ આપી દેવાયો છે જ્યારે ૩૮ ટકાને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. અન્યોને રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધી કુલ રસીના ડોઝ અપાયા તેની સંખ્યા ૧૦૬.૩૧ કરોડને પાર પહોંચી ગઇ છે.

Covid-Vaccine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *