નવી દિલ્હી
સુબ્રમણ્યન આર્થિક સલાહકાર બન્યા તે પહેલા તે ફાઇનાન્સના એસોસિયેટ પ્રોફેસર હતા અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના સેન્ટર ફોર એનાલિટિકલ રિસર્ચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ફાઇનાન્સિલ ઇકોનોમિક્સમાં પીએચડીની ડિગ્રી મેળવી છે. તેમણે કાનપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનીયરિંગની ડિગ્રી મેળવી છે.દેશના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂતિ વેંકટા સુબ્રમણ્યને રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. તેમણે પોસ્ટ કરી તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. પણ તેમનું આ રાજીનામુ તાત્કાલિક અસરથી અમલી બનવાનું નથી. તેઓ છ ડિસેમ્બરે તેમની ટર્મ પૂરી થતાં વિદાય લેશે. તેમની અરવિંદ સુબ્રમણ્યમની વિદાય પછી ત્રણ વર્ષના સમયગાળા માટે ૭ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ નિમણૂક થઈ હતી. તેઓ શિક્ષણ ક્ષેત્રે તેમની અગાઉની ભૂમિકામાં પરત ફરશે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બજેટની કવાયત ૧૨ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે તે પૂર્વે તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં આ માટે પસંદગીની પ્રક્રિયા શરુ કરશે અને નવી નિમણૂકો માટે અરજીઓ મંગાવશે. તેમના અનુગામીની સમયસર નિમણૂક કરવામાં આવે તો પણ તેમની પાસે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના આર્થિક સરવે માટે બહુ ઓછો સમય હશે. સુબ્રમણ્યને સાત ડિસેમ્બર ૨૦૧૮ના રોજ આ હોદ્દો સંભાળ્યો હતો. તેમણે તેમના પુરોગામી અરવિંદ સુબ્રમણ્યન તેમનો કાર્યકાળ પૂરુ થવાને વર્ષ બાકી હતુ ત્યારે જ નીકળી ગયા હતા તે સમયે આ હોદ્દો સંભાળ્યો હતો. તે અમેરિકા પરત ફર્યા હતા. ૫૦ વર્ષના સુબ્રમણ્યમે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને સરકારનું જબરજસ્ત સમર્થન મળ્યું હતું અને વરિષ્ઠ હોદ્દેદારો સાથે પણ તેમના સંબંધ ઉષ્માસભર રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓ અંગેની સમજ અને પ્રેરણાત્મક નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તેના લીધે લાખો ભારતીયોની સ્થિતિમાં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. નાણાપ્રધાન ર્નિમલા સીતારામનની પ્રશંસા કરતા તેમને વિદ્વાન ગણાવ્યા હતા. તેમનું માનવું હતું કે સંસ્થાકીય માળખામાં ર્નિમલા સીતારામન જેવું વ્યક્તિત્વ મળવું બહુ મહત્ત્વની વાત છે. તેની સાથે તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો. સુબ્રમણ્યન છેલ્લા ત્રણ આર્થિક સરવેના પ્રણેતા રહ્યા હતા. કોરોનાના લીધે છેલ્લા બે વર્ષ અત્યંત ખરાબ હોવા ગયા છતાં પણ તઓ વી-શેપ આર્થિક રિકવરીની વાત પર અડગ રહ્યા છે. તેમણે આર્થિક સરવે માટે ટીમ પસંદ કરવાની કવાયતને ભારતીય ક્રિકેટ ટીમ પસંદ કરવા જેવી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ માટે અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિઓની તમારે પસંદગી કરવી પડે છે. તેમણે કહ્યું હતું કે આ રીતે પસંદ કરેલી ટીમને ગાંગુલીની જેમ પ્રેરિત કરવી પડે છે. મારી આ જબરજસ્ત પ્રતિભાશાળી ટીમ અને ઇકોનોમિક સર્વિસ ઓફિસરોએ અત્યંત કાબેલિયતપૂર્વક તેમની કામગીરી બજાવી છે.
