Delhi

દેશભરમાં ડ્રગ્સનું દિનપ્રતિદિન વધતું દુષણ ઃ યુવાપેઢી નશાને રવાડે

નવી દિલ્હી
દેશમાં ડ્રગ્સની જે સિન્ડિકેટ ચાલે છે તેમાંથી ૨૫ પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના કેટલાક હિસ્સામાંથી સંચાલિત થાય છે.રાજસ્થાનમાં આવી નવ સિન્ડિકેટ સક્રિય છે અને દક્ષિણના કેરાલા, તામિલનાડુમાં ૧૦ સિન્ડિકેટ ચાલી રહી છે.ક્રુઝ શીપ પર પકડાયેલી હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટીના કારણે દેશમાં વધી રહેલા ડ્રગ્સના દુષણ પર ફરી એક વખત ધ્યાન ખેંચાઈ રહ્યુ છે. ડ્રગ્સનુ દુષણ માત્ર પંજાબમાં જ નહીં પણ હવે બીજે પણ વિસ્તરી રહ્યુ છે અને તેનો કારોબાર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે.આ પહેલા અદાણી પોર્ટ પરથી પણ કન્ટેનરમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો અને તેની કિંમત હજારો કરોડો રુપિયામાં થવા જતી હતી. દેશમાં ૨૦૨૦ના આંકડા પ્રમાણે ૧.૪૦ લાખ કરોડ રુપિયાના હેરોઈનનો વેપાર થયો હતો.દેશમાં ૧૪૨ ડ્રગ્સ સિન્ડિકેટ ચાલી રહી છે અને ૨૦ લાખ યુવાનો હેરોઈનના બંધાણી થઈ ચુકયા છે.આ ચોંકાવનારા આંકડા એનસીબી દ્વારા જ એક એનાલિસિસમાં રજૂ કરાયા હતા.નશીલી દવાઓના ઉપયોગે અને વેપારે હિન્દી ફિલ્મ જ નહીં પણ સાઉથની કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ પ્રભાવિત કરી છે. ભારતની ડ્રગ્સ સિન્ડિકેટના સબંધો પશ્ચિમી યુરોપ, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાના દેશો સાથે પણ છે.એનસીબીનુ અનુમાન છે કે, ૩૬૦ મેટ્રિક ટન છુટક હેરોઈનની તસ્કરી દર વર્ષે ભારતના અલગ અલગ શહેરોમાં થાય છે.આંકડા પ્રમાણે ૨૦ લાખ બંધાણીઓ રો જ૧૦૦૦ કિલોગ્રામ હેરોઈનનો ઉપયોગ કરે છે. પંજાબ ડ્રગ્સની દાણચોરીનુ કેન્દ્ર બનેલુ છે.અહીંયા એક વર્ષમાં ૧૫૪૪૯ લોકોને ડ્રગ્સની હેરફેરમાં પકડવામાં આવ્યા હતા.કુલ મળીને આખા દેશમાં એનડીપીએસ એકટ હેઠળ ૭૪૨૬૦ લોકોની ધરપકડ થઈ છે.ગયા વર્ષે જ ૧૮૬૦૦ લોકોને નશીલા પદાર્થો રાખવા માટે અને તેની હેરફેર કરવા માટે પકડવામાં આવ્યા હતા.

Drksh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *