નવી દિલ્હી
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇ)ની આઇએમપીએસ(ઇમિજિએટ પેમેન્ટ સર્વિસ) એક મહત્ત્વપૂર્ણ પેમેન્ટ પ્રણાલી છે. જે ૨૪ કલાક ફંડ ટ્રાન્સફરની સુવિધા પ્રદાન કરે છે. આ સુવિધા ઇન્ટરનેટ બેકિંગ, મોબાઇલ બેકિંગ એપ, બેંક શાખાઓ, એટીએમ, એસએમએસ અને આઇવીઆરએસ જેવા માધ્યમથી ઉપલબ્ધ છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ શુક્રવારે પોતાની દ્વિમાસિક મોદ્રિક નીતિની સમીક્ષાનો અહેવાલ જારી કર્યો હતો. આરબીઆઇએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. જાે કે આરબીઆઇએ ડિજિટલ પેમેન્ટની દુનિયાને બદલવાની એક મોટી જાહેરાત કરી છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે દેશમાં હવે ટૂંક સમયમાં ઇન્ટરનેટ વગર પણ ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. આનાથી દેશના અંતરિયાળ વિસ્તારો કે જ્યાં ઇન્ટરનેટની સુવિધા નથી ત્યાં લોકોને ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ બનશે. આનાથી અર્થતંત્રને કેશલેસ બનાવવામાં પણ મદદ મળશે. શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે આ માટે એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. હવે આરબીઆઇની યોજના ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ એક રૃપરેખા બનાવવાનો છે. આટલુ જ નહીં આરબીઆઇએ આઇએમપીએસ(ઇમિજિએટ પેમેન્ટ સર્વિસ)થી છતા ઓનલાઇન પેમેન્ટની લિમિટ પણ વધારી દીધી છે. આગઉ આઇએમપીએસ દ્વારા ફક્ત બે લાખ રૃપિયા સુધીનું જ પેમેન્ટ થઇ શકતું હતું પરંતુ હવે આનાથી પાંચ લાખ રૃપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે. આનો સૌથી મોટો ફાયદો બેંકમાંથી રિટેલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને મળશે.


