નવીદિલ્હી
વિશ્વભરમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોને ઘણા દેશોમાં રોગચાળાની ચોથી લહેર જેવી ખતરનાક સ્થિતિ સર્જી છે. શુક્રવારે, એકલા યુકેમાં કોરોના વાયરસના ચેપના કુલ ૧૨૨,૧૮૬ કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા ૧૧૯,૭૮૯ હતા. ભારતમાં અત્યાર સુધીમાં ૧૭ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૪૧૫ કેસ નોંધાયા છે. દરમિયાન, ઓમિક્રોન અને કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર કોરોનાની સાથે ઓમિક્રોનના વધતા ખતરાને જાેતા સરકાર રસીકરણ પર ભાર આપી રહી છે. તેથી, સરકારે આવા ૧૦ રાજ્યોની યાદી બનાવી છે જ્યાં કોવિડ રસીકરણની ગતિ ઘણી ધીમી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે કેન્દ્ર દ્વારા આવા રાજ્યોમાં એક ટીમ મોકલવામાં આવશે. કારણ કે આ રાજ્યોમાં રસીકરણ મંથર ગતીએ ચાલી રહ્યુ છે, અહીં કોરોનાના વધુ કેસ છે.ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને જાેતા હરિયાણા સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં રાત્રિ કર્ફ્યુને લઈને કડકાઈ વધારવામાં આવી છે. રાત્રે ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કામ વગર રસ્તા પર ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સાથે રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે.કોવિડ-૧૯ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશના ઘણા રાજ્યોમાં ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. દેશભરમાં ઓમિક્રોનના કેસ ૪૦૦ને પાર થઇ ગયા છે. ૨૫ ડિસેમ્બરથી નવા વર્ષ સુધી સરકાર તરફથી આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે. ચર્ચ અને ઉજવણીના સ્થળોને કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં ટીમો મોકલવામાં આવશે. કેન્દ્રની આ ટીમો આ રાજ્યોમાં ૩ થી ૫ દિવસ સુધી રહેશે અને રાજ્ય સરકારના આરોગ્ય અધિકારીઓ સાથે મળીને કામ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૭ રાજ્યોમાં કુલ ૪૧૫ દર્દીઓ મળી આવ્યા છે.